________________
શારદા સુવાસ
સંઘને તે સ્થંભ બને છે. તેના હૃદયમાં પણ તેનું સ્થાન હોય છે. એવા માણસને મરણ આવે તે પણ નામ ગભરાટ થતું નથી. એ હસતે મુખડે આ દુનિયામાંથી વિદાય લે છે.
હસતા મુખે મરણને ભેટનાર એક ગામમાં એક શેડ સંઘના સ્થંભ જેવા હતા. તે ધર્મ ખૂબ કરતા. ગરીબના બેલી હતા. તેના અમ્માપિયા હતા. એવા શેઠ બિમાર પડયા. આજુબાજુ ત્રણ ચાર માઈલના અંતરે સંતે બિરાજતા હતા. તેમને ખબર પડી કે ફલાણા શેઠ મરણ પથારીએ પડયા છે. આવા માણસો પ્રત્યે સંતના દિલમાં લાગણી વાય છે કે આવા સંઘના સ્થંભ જેવા શ્રાવક ચાલ્યા જશે ? ચાલે, આપણે તેમને ધર્મના બે શબ્દ સંભળાવીએ. સંતે વિહાર કરી તેમની પાસે આવ્યા. આ સમયે ડોકટર શેઠને કહે છે શેઠ! હવે તમે બે કલાકના મહેમાન છે. માટે તમારે જે કરવું હોય તે કરી લે. ડૉકટર દર્દીના મઢે જે આવું કહે છે તેને આઘાત લાગી જાય અને બે કલાકમાં મરવાને હોય તે બે મિનિટમાં મરી જાય, પણ અહીં આવું ન બન્યું. શેઠના મુખ ઉપર નામ ગભરાટ નથી. હસતા ચહેરે કહે છે ડૉકટર ! તમે બે કલાક તે ઘણા કહ્યા. મને બે મિનિટમાં મરણ આવે તે પણ ચિંતા નથી. મારે જે કરવાનું છે તે બધું મેં કરી લીધું છે. તે ઉપરાંત મારી સામે ઉભેલા મારા ધર્મગુરૂઓએ મને આત્માનું જ્ઞાન આપ્યું છે. તેથી હું સમજું છું કે આ દેહ તે મારે નથી. આ સંપત્તિ, ઘર, પ્રતિષ્ઠા, પત્ની, સંતાન આ બધા મારા નથી. હું આત્મા છું, અવિનાશી છું, અજર અમર છું, આત્માના અનંત ગુણે મારા છે, મારું મૃત્યુ નથી. આવા શબ્દ શેઠે ડૉકટરને કહી દીધ. શેઠની નીડરતા અને નિર્ભયતા જોઈને ડૉકટર પણ ચક્તિ થઈ ગયું કે ધન્ય છે આવા આત્માને! બેલે, તમારામાં આવી તાકાત છે? અરે, તમને તે કદાચ સવપ્ન આવે કે હું મરી ગમે તે પણ ધજારી છૂટી જાય, કારણ કે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. અજ્ઞાની છને મૃત્યુને ભય લાગે છે. જેણે શરીર, સંપત્તિ અને કુટુંબ-પરિવાર બધાને મારા માન્યા હોય તેને છેડીને જવાનું થાય ત્યારે ભય લાગે, પણ જેને મમત્વ નથી તેને ભય નથી લાગતું. તે હસતા હસતા જાય છે.
ભય કેને? – એક ગામમાં એ રિવાજ હતું કે જેને રાજા બનવું હોય તે બને પણ એક વર્ષ પછી એને રાજગાદીએથી દAડી મૂકવાનો અને નદીને પેલે પાર જંગલમાં તેને મૂકી આવવાને. આ રીતે ઘણું રાજા થય ને વર્ષ પૂરું થતાં તેને જંગલમાં મૂકી આવવામાં આવ્યા. એક રાજા એવા આવ્યા કે તેણે વર્ષમાં પ્રજાના હિત માટે ઘણાં કાર્યો કર્યા અને બીજી તરફ જે જંગલમાં પિતાને જવાનું હતું ત્યાં તેણે માણસે મેકલીને પિતાને માટે સુંદર બંગલે બંધાવ્યું, ખાવાપીવાની સગવડ કરી અને જંગલને સાફ કરાવી ઘર બંધાવીને ગામ વસાવી દીધું, ને જાહેરાત કરી કે જેને રહેવા જવું હોય તે ત્યાં આવે.