________________
શાઠા સુવાસ બધી સગવડ તૈયાર છે. વર્ષ પૂરું થતાં તે રાજાને ગાદીએથી ઉઠાડીને નૌકામાં બેસાડ્યો ત્યારે તેમનું મુખ હસતું હતું. આ સમયે ખલાસીઓના મનમાં થયું કે આપણે ઘણા રાજાઓને મૂકી આવ્યા, ત્યારે તેઓ રડતા હતા ને આ રાજા કેમ હસે છે? બંધુઓ! જેણે પિતાને માટે બધી તૈયારી કરી લીધી હોય તેને ડર હોય ખરે? “ના.” કારણ કે ત્યાં બધું તૈયાર છે. બેલે, તમારે હસતા જવું છે કે રડતા?
જેને ભોગવિષય પ્યારા લાગ્યા છે ને સંસારમાં આનંદ માને છે તેવા જીવોને જવાનું થાય ત્યારે શું લાગે ? ભય, પણ ખબર નથી કે સંસારના સુખે કેવા ક્ષણિક છે, એમાં રાચવા જેવું નથી. આ ક્ષણિક સુખો જીવને દુર્ગતિમાં લઈ જનારા છે, વિષય-સુખ ખસના દર્દ જેવા છે. જે મનુષ્યને ખસ કે ખરજવાનું દર્દ લાગું પડતું હેય તેની બુદ્ધિ ક્ષણ પૂરતી મીઠાશને આનંદ લૂંટવામાં અને ખણવામાં હોય છે, પણ દર્દીને નાબૂદ કરવા તરફ હોતી નથી, તેમ આત્માના હિતાહિતના વિવેક વગરના માનવીઓની બુદ્ધિ ભેગ વિષયે ભોગવવામાં હોય છે, પણ તેની ઈચ્છાઓને ક્ષય કરવામાં હતી નથી. એક ન્યાય આપીને સમજાવું.
એક માણસને ખસનું દર્દ થયું હતું. એને એવી ખણજ ઉપડે કે ન પૂછો વાત. ચળ આવે ત્યારે ખણતા તેના હાથના નખ પણ ઘસાઈ જાય. એક વખત તે જંગલમાં જતું હતું તે વખતે ખૂબ ચળ ઉપડી. તે વખતે ખણવા માટે કઈ સાધન ન હતું. ખણવા માટે કઈ સાધન શેતે આમતેમ ફાંફા મારતું હતું, ત્યારે એક વૈદ તીણુ અણીદાર તણખલાને ભારો લઈને જતે તેને સામે મળ્યો. એ તણખલાને જોઈને ખસના દર્દીના મનમાં થયું કે તણખલા બહુ સારા છે. તેથી તેણે વૈદને કહ્યું–ભાઈ મને બે ત્રણ તણખલા આપને ! વેદે તેને ચાર પાંચ તણખલા આપ્યા, ત્યારે તે કહે છે ભાઈ! તમે મારા ઉપર મહેર કરી મને તણખલા આપ્યા. તમારે જેટલે આભાર માનું એટલે એ છે, ત્યારે વૈદે કહ્યું–ભાઈ ! એમાં આભાર શેને? ભલે, તમારે મન એની ગણત્રી ન હોય પણ મારે મન તે આ અમૂલ્ય ચીજ છે. તમે તે કેવા ભાગ્યશાળી છે કે તમારી પાસે આટલા બધા તણખલા છે. એણે ફરીને વૈદને પૂછ્યું કે ભાઈ! આટલા બધા સરસ અણીદાર તણખલા કયાં મળે છે? વૈદે કહ્યું કે લાટ આદિ દેશમાં પુષ્કળ પ્રમાણમાં આવા તૃણ ઉગે છે ને ત્યાં મળે છે. વૈદે પૂછ્યું કે ભાઈ! તું આવું બધું મને શા માટે પૂછે? આવા તણખલાની શી જરૂર છે? ત્યારે દર્દીએ કહ્યું મને ખસનું દર્દ થયું છે એની ખણુજ ઉપડે ત્યારે ખણવા માટે મારે આની જરૂર છે.
દેવાનુપ્રિયે! તમે સાંભળે છે પણ ખ્યાલ રાખજો કે તમે આ ખસના દદી જેવા તે નથી ને? પેલે વૈદ કહે છે ભાઈ! તું આ તણખલા રહેવા દે. ખણવાથી ખસ નહિ મટે પણ હું તને ત્રિફળાની ફાકી આપું છું. તેનું સેવન કરે છે આ ખસનું દર્દ ફક્ત