________________
શાહ સુવાસ
હતું. તેની ભવ્યતા જાગી ત્યારે ભગવાન ત્યાં ગયા. તેણે ભગવાનને અંગુઠ ડ ખ દીધે ત્યારે ભગવાને તેને એક જ વચન કહ્યું-“બૂઝબૂઝ. ચંડ કેશિયા.? હે ચંડકૌશિક બેધ પામ. વૈરથી વૈર કદી શમવાનું નથી. વૈરની આગ ઉપર પ્રેમના પાણીને છંટકાવ કર આટલા શબ્દ ભયંકર વિષધર ચંડકૌશિક સપને જીવનપલટો થઈ ગયે. એ સર્પ ફીટીને દેવ બની ગયે. આટલા માટે જ્ઞાની કહે છે કે શબ્દની શક્તિ અમાપ છે. શબ્દ સોય અને કાતરનું કામ કરે છે. તમે દરજીને ત્યાં જઈને જે જો કે સેય અને કાતર શું કામ કરે છે? કાતર આખે દિવસ કાપવાનું કામ કરે છે ને સોય કાપેલાને સાંધવાનું કામ કરે છે. જ્યારે દરજીને વેતરવાનું કામ પતશે ત્યારે કાતર નીચે મૂકશે ને સેયને માથામાં ભરાવશે. એને પૂછવામાં આવે કે ભાઈ! આમ કેમ કર્યું ? તે કહેશે કે સોય જુદાને ભેગા કરે છે માટે તેને મસ્તકે ચઢાવું છું અને કાતર તે કાપવાનું કામ કરે છે. માટે તેને નીચે મૂકું છું.
કેના જેવા બનશે? :- દેવાનુપ્રિય ! તમારે સેય બનવું છે કે કાતર જેવા? એક અનુભવી કહે છે કે –
હું કદી કાતર થવા ન ચાહું, એ કરે એકમાંથી અનેક, એટલે સેય જેવું જીવન ચાહું, જે કરે અનેકમાંથી એક.
હું ક્યારે કાતર જે થવા ઈચ્છતા નથી. જે એકમાંથી અનેક કરે છે. પણ મારે તે સેય જેવું જીવન બનાવવું છે કે જે અનેકમાંથી એક કરે. તમારે કેવા બનવું છે? તમે સોય જેવા બનજે હ. કાતર જેવા ન બનશે. બને તે કેઈનું તૂટ્યું હોય તે સેય જેવા બનીને સાંધી આજે પણ કેઈને પ્રેમ તોડવામાં કાતર જેવા ન બનશે. પુલ નદ્રીના બે કિનારને જોડી દે છે, તેમ તમે પણ મધુર વચન બેલીને તૂટેલા હૃદયને જોડી આપજે. શબ્દની કરામત કેઈ અજબ છે. “શબ્દ સંસાર સાંધે છે ને તેડે છે. શબદ હૃદયને ભાંગે છે ને ભેગા કરે છે. શબ્દથી પ્રેમને ઉલ્લાસ પ્રગટે છે. ને કેધનું વિષ વ્યાપે છે. મેહની નિદ્રામાં સૂતેલાને શબ્દ જગાડે છે અને શબ્દથી માનવી માયાની જાળમાં ફસાય છે.” શબ્દને આ પ્રભાવ છે. માટે ખૂબ વિચારીને શબ્દ બોલો.
જંબુસવામી મધુર વાણી બોલતા હતાં. તે સિવાય તેમના જીરનમાં ઘણું ગુણ રહેલા હતા. તેથી તે દેવેને પણ પ્રિય લાગે તેવા હતા. તે આપણે દેવોને પ્રિય લાગીએ તેવા ન બની શકીએ તે ખેર ! પણ મનુષ્યને વલ્લભ લાગીએ એવું તે કરી શકીએ ને? મનુષ્યને પ્રિય બની શકે? જેનામાં દયા, દાન, પરોપકાર, સહિષ્ણુતા, ધર્મમાં શ્રદ્ધા, સેવા વિગેરે સદ્ગુણે હોય તે જ ને ? તમારા જીવનમાં આવા ગુણો છે કે નહિ? જેના જીવનમાં આવા સદ્દગુણ રૂપી પુપની સૌરભ મહેંકતી હોય છે તે આ લોકમાં સૌને પ્રિય બની જાય છે.