________________
શારદા સુવાસ
દાંતે લેઢાના ચણા ચાવવા જેવા છે, વેળુના કોળીયા જેવા સંયમ માગ નિરસ છે. મોઢેથી કોથળામાં હવા ભરવી દુષ્કર છે તેમ ભરયુવાનીમાં સયમ પાળવા દુષ્કર છે. માટે તુ' સમજી જા અને આ તારી સ્ત્રીઓના સામુ તા જો એકએકથી ચઢિયાતી અપ્સરા જેવી પત્નીઓને ર્ાવડાવે છે અને તારી માતા તે અનરાધાર રડે છે. તેની તને દયા નથી આવતી ? પહેલાં તમારું માથુ સ્હેજ દુઃખે તેા તુ કઇંક કરતા હતા ને આજે હુ' આટલી બેભાન ખની જા' છું તેા પણ વજ્ર જેવું કઠોર હૃદય કરીને ઉભા રહ્યો છે! ત્યારે મૃગાપુત્ર કહે હે માતા ! મેં એટલી બધી માતાએ કરી છે કે તેના પીધેલા દૂધથી દરિયા ભરાય ને મારા મરણ પછી જે આંસુ સર્યો છે તેનાથી પણ દરિયા ભરાય વળી તું કહે છે કે હું દીકરા! તું ત્યાં માંદા પડીશ ત્યારે તરું કોણ ?
દરે
હૈ માતા ! વનવગડામાં બિચારા મૃગલા એકલા જ વિચરે છે ને ? ત્યાં એની સારસભાળ લેવા કોણ જાય છે? એને ખાવાપીત્રાનુ કોઈ આપે છે? એ માંદા પડે ત્યારે એને દવા કોણ આપે છે !
एगन्भूए अरण्णेव, जहा उ चरई मिगे ।
एवं धम्मं चरिस्सामि, संजमेण तवेण य ॥
( ઉત્ત. અ ૧૯ ગાથા-૭૮)
જેમ જંગલમાં મૃગ એકલા સુખેથી વિચરે છે તેમ સંયમ અને તપશ્ચર્યાં વડે હું એકાકી ચારિત્ર ધમમાં સુખપૂર્વક વિચરીશ. આ પ્રમાણે મૃગ પુત્રે તેમની માતાના એકેક પ્રશ્નોના જડખાડ જવા" આપ્યા. આથી માતાપિતાનું હૃદય પીગળી ગયુ' ને દીક્ષાની આજ્ઞા આપી, વૈરાગીની કસેાટી તા થાય છે પશુ જે કસોટીમાં દૃઢ રહે છે તેની જીત અવશ્ય થાય છે. મૃગાપુત્રની જીત થઈ એટલે જેમ વસ્ત્ર પર લાગેલી ધૂળને ખ'ખેરી નાંખે તેમ તેઓ સમૃદ્ધિ, ધન મિત્રા, પત્નીએ અને સ્વજનોને બધાને છેડીને નીકળી ગયા, અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિએથી યુક્ત બની બાહ્ય-આભ્યંતર તપશ્ચર્યામાં ઉઘમવંત બની ઘણાં વર્ષોં સંયમ પાળી અ ંતે એક માસનુ અણુસણુ કરી સિદ્ધગતિને પામ્યા. મૃગાપુત્રના અધિકાર ટૂંકમાં કહ્યો.
હવે વીસમા અધ્યયનમાં શ્રેણીક રાજા અને અનાથી મુનિની વાત આવે છે. શ્રેણીક રાજા અને અનાથી મુનિનું મિલન કયાં અને કેવી રીતે થયું તે વાત આ અધ્યયનમાં બતાવી છે. શ્રેણીક રાજા પહેલેથી જૈનધી ન હતા. પહેલાં તે એ બૌદ્ધ ધર્મી હતા. જ્યાં સુધી જીવને સદ્ગુરૂના ચેગ મળતા નથી ત્યાં સુધી જીવનું અજ્ઞાન ટળતુ નથી. સદ્ગુરૂ સાચા ભેમીયા છે. વટેમાર્ગુ ગઢ જંગલમાં ભૂલા પડયો હોય, ભૂખ–તરસ, ગરમી અને થાકથી આકુળ વ્યાકુળ–બની ગયા હાય, દિશા સૂઝતી ન હોય, એવા સમયે કઈ માણસ એને સાચે માગ ખતાવે તે કેવા આનંદ થાય ! તેના મુખમાંથી શબ્દો સરી