________________
શારદા સુવાસ
જ્ઞાની “પાવામmત્તિ પુજા ” પાપશ્રમણ કહે છે. આવા પાપશ્રમણના લક્ષણે આ અધ્યયનમાં બતાવ્યા છે. વિશેષ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૧૦ અષાડ વદ ૬ ને મંગળવાર
તા. ૨૫-૭–૭૮ મમતાના મારક, સમતાના સાધક, અને વિષયેના વારક એવા વીતરાગ પ્રભુએ વિશ્વના જે માટે વાત્સલ્યના વહેણ વહાવી અર્થરૂપે વાણી પ્રકાશી અને ગણધર ભગવંતેએ તેની સૂત્ર રૂપે ગૂંથણી કરી પંચમ ગણધર સુધમાં સ્વામીને તેમના પ્યારા શિષ્ય જંબુસ્વામીએ વિનયપૂર્વક વંદન કરીને પૂછયું, હે પ્રભુ! ભગવંતે ઉત્તરાધ્યયન સૂત્રમાં કયા રહસ્ય બતાવ્યા છે? ત્યારે સુધર્મા સ્વામી વહાલથી કહેતા કે હે આયુષ્યમાન જંબુ ! ભગવાને આ પ્રમાણે કહ્યું છે. જેને ભૂખ લાગે છે તેને ભેજન દેનારા મળી જાય છે. જંબુસ્વામીને જ્ઞાનામૃતના ભોજનની ભૂખ લાગી હતી એટલે તેઓ વારંવાર ભગવાનને પ્રશ્નો પૂછતાં અને સુધમાં સ્વામી તેનું સમાધાન કરતા. એ સુધર્મા સ્વામી ચાર જ્ઞાન, ચૌદ પૂર્વના જ્ઞાતા હતા.
જિન નહિ પણ જિન સરીખા તેઓ જિન નહિ પણ જિનવર સરીખા હતાં. સુધર્માસ્વામી પાંચમાં ગણધર હતા. ભગવાનની હયાતીમાં નવ ગણધર મેક્ષમાં ગયા છે. ભગવાન મેક્ષમાં ગયા ત્યારે ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી બે જ ગણધરે હયાત હતા. તેમાં ભગવાન મેક્ષમાં ગયા એ જ સમયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. તેથી સુધર્મા સ્વામી પાટે આવ્યા. જંબુસ્વામી જ્યારે પ્રશ્ન કરે ત્યારે તેઓ કહેતા હે જંબુ! ભગવાને આમ કહ્યું છે. જંબુસ્વામી વિનય, નમ્રતા, સરળતા, કમળતા આદિ અનેક ગુણેથી ભરેલા હતા. એમની બેલવાની મીઠાશ તે અલૌકિક હતી. એટલે તે દેવને પણ પ્રિય લાગતા હતા. કહ્યું છે કે, “દેવતાને વલ્લભ લાગે એવા શ્રી જંબુસ્વામીને જાણીએ” જંબુસ્વામી બેલે તે જાણે મોઢામાંથી ફૂલ ઝરે એવું લાગતું. એક વિનય અને બીજું મધુર વચન એ જગતને જીતવાની અને દુશ્મનને દોસ્ત બનાવવાની અમૂલ્ય જડીબુટ્ટ છે. તમને એમ લાગતું હશે કે એક શબ્દ બોલવામાં શું ? પણ શબ્દમાં ઘણી શક્તિ રહેલી છે.
“શબ્દ શબ્દ કયા કરે નહિ હાથ નહિં પાંવ,
એક શબ્દ ઘા રૂઝવે, એક શબ્દ કરે ઘા” શબ્દને કોઈ હાથ કે પગ નથી પણ તેનામાં બળ ઘણું છે. વિવેકહીન એક વચન મિત્રતા તેડાવે, પતિ-પત્નીમાં વિખવાદ ઉભું કરે અને શાંતિને નાશ કરે છે. જ્ઞાની પુરૂષ તે કહે છે કે હે માનવ ! શબ્દોનો મહિમા અપરંપાર છે, શબ્દની શક્તિ અચિંત્ય છે.