________________
શારદા સુવાસ સંત સમાગમે બાળકના જીવનમાં કરેલ પલટો" - એક દિવસ બંને બાળકે રમતા રમતા ગામની બહાર ચાલ્યા ગયા. ત્યાં જૈન મુનિને વિહાર કરીને જતા જોયા. એટલે બંને બાળકે થરથર ધ્રુજી ઉઠયા. ડરના માર્યા બંને એક ઝાડ ઉપર ચઢી ગયા. ભાવિભાવ બન્યું એવું કે સાધુ એ ઝાડ નીચે બેઠા, એટલે છોકરાઓએ ખૂબ ધ્રુજવા લાગ્યા કે આ સાધુ હમણાં એના પોટલામાંથી છરી, ચપુ, કાતર વિગેરે કાઢશે ને આપણા નાક કાન કાપી લેશે. આપણું શું થશે? મુનિ પડિલેહણ કરે છે પણ છોકરાઓએ છરી કે કાતર ન જોયા એટલે તેમને ગભરાટ બંધ થયું. પછી તે ધીમેથી નીચે ઉતર્યા. સાધુને વંદન કરીને બેઠા. પછી સંતે પૂછ્યું કે છોકરાઓ ! તમે કેમ ધ્રુજે છે? ત્યારે કહે છે મહારાજ ! તમે છરી, ચપુ, કાતર રાખે ખરા? અમારા જેવા છોકરાઓને ઉપાડી જાવ ખરા? મહારાજે કહ્યું-ભાઈ! અમે તે એક સેય પણ ન રાખીએ તે છરી ને કાતરની તે વાત જ કયાં! અમે કઈ છોકરાને ઉપાડી જઈએ નહિ. એક કીડીને પણ ન દુભવીએ તે તમારા નાક કાન કેવી રીતે કાપીએ ? બંને છોકરાઓ અરસપરસ કહે છે-આપણી માતાએ આપણને બેટા ભમાવ્યા છે. કેવા સરસ મહારાજ છે! મહારાજે તેમને ધર્મને ઉપદેશ આપે એટલે બંને બાળકે વૈરાગ્યના રંગે રંગાઈ ગયા.
બાળકેએ માંગેલી દીક્ષાની આજ્ઞા:” બંને છોકરાઓએ માતા-પિતા પાસે જઈને દક્ષાની આજ્ઞા માંગી, ત્યારે તેમના માતાપિતાએ તેમને ખૂબ સમજાવ્યા કે બેટા! તમે ચાર વેદ ભણે, તેમાં નિપુણ થાઓ, સંસાર સુખ ભોગવે ને ઘેર દીકરા થાય પછી દીક્ષા લેજે, આપણું ધર્મમાં કહ્યું છે કે “પુત્રસ્ય તિરિત” પુત્ર વિના જે દીક્ષા લે છે તેને સ્વર્ગ મળતું નથી. આ રીતે ખૂબ સમજાવ્યા પણ જેને જન્મ-જરા અને મરણને ડર લાગે છે તે કઈ રીતે વૈરાગ્ય ભાવથી ચલિત થયા નહિ. એમને દઢ વૈરાગ્ય જેઈને પિતાએ રજા આપી. સાથે પોતે વિચાર કર્યો કે મારા કુમળા ફુલ જેવા દીકરા જે દીક્ષા લે છે તે મારે સંસારમાં રહીને શું કામ છે? એટલે ભૃગુપુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે યશા ભાર્યા કહે છે હે નાથ ! તમે એ છોકરાઓની સાથે કયાં ચાલ્યા ? એ તે નાના છે એટલે વાંધો નહિ પણ તમારી ઉંમર થઈ છે. માટે સંયમને બે વહન નહિ કરી શકે. મારી વાત સાંભળો.
मा हु तुमं सोथरियाण संवरे, जुण्णो व हंसो पडिसोत्तगामी ।
मुंजाहि भोगाहि मए समाणं, दुक्खं खु भिक्खायरिया विहारो ॥ ३३ ॥ પાણીના પૂરની સામે ચાલનારે વૃદ્ધ હંસ જેમ પછીથી ઝૂરે છે તેમ મેત ખરેખર ! નેહીજનેને યાદ કરીને ખેદ પામશો કે મેં કયાં દીક્ષા લીધી ! આભાર મારાથી વહન થ નથી. એના કરતાં હમણાં ગૃહસ્થાશ્રમમાં રહીને મારી સાથે ભેગ ભોગવે. ભિક્ષાચરીની