________________
શારદા સુવાસ ત્યાં જે પારણું થાય તે કરવું ને જે ન થાય તે બીજું માસમણ કરવું. એટલે તાપસે બીજુ માસમણ કરવાને સંકલ્પ કર્યો. આ તરફ રાજાને વેદના શાંત થઈ ગઈ એટલે તરત જ યાદ આવ્યું ને પૂછયું કે તપસ્વીજી આવ્યા હતા ત્યારે કેઈએ કહ્યું–આવ્યા હતા પણ આપને ખૂબ વેદના હતી એટલે તેમને કેઈએ પારણાને ભાવ પૂછે નહિ, તેથી તે ચાલ્યા ગયા. રાજાને ખૂબ દુઃખ થયું. અહે ! મારા કેવા કમભાગ્ય કે હું લાભ ન લઈ શક્યો! કે પાપી !
“ગુણસેન રાજા તાપસના આશ્રમે – ગુણસેન રાજાએ તાપસના આશ્રમે આવી ચરણમાં પડીને માફી માંગી. મહારાજ !મારા અપરાધને ક્ષમા કરે. હું પાપી છું, અધમ છું કે આપને આમંત્રણ આપીને પારણું ન કરાવી શકે ! ત્યારે તાપસે કહ્યું–રાજન! તમે ચિંતા ન કરે. પારણું ન થયું તે સહેજે મને તપને લાભ મળે. એટલે રાજાએ કહ્યુંહવે બીજી વખત મને જ લાભ આપજો. એમના આમંત્રણને તાપસે સ્વીકાર કર્યો. બીજી વખત પારણાના દિવસે રાજાને યુદ્ધમાં જવાનું બન્યું. એટલે પારણું ન કરાવી શક્યા. તાપસે ત્રીજું માખમણ શરૂ કર્યું. રાજાએ તાપસ પાસે માફી માંગીને ત્રીજી વખત પારણાનું આમંત્રણ આપ્યું ને તાપસે સ્વીકાર્યું, પણ રાજાના એવા ગાઢ કર્મને ઉદય હતું કે પિતાને પારણું કરાવવાના કેટલા ઉત્કૃષ્ટ ભાવ હેય પણ કંઈને કંઈ વિના આવી જાય છે. ત્રણ ત્રણ માસખમણના તપસ્વી તાપસ જે દિવસે પારણું કરવા આવે છે તે દિવસે રાજાની રાણીએ પુત્રને જન્મ આપે. એ પુત્રને જન્મ મહોત્સવ ઉજવવામાં સૌ પડી ગયા ને પારણાની વાત વિકૃત થઈ ગઈ. ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં કર્મોએ કેવા ખેલ કરાવ્યા કે તાપસને કોઈએ આવકાર સરખે પણ દીધે નહિ. તાપસ પારણું કર્યા વિના ચાલ્યા ગયા. મનમાં ક્રોધને પાર ન રહ્યો અહે! આ ગુણસે પહેલેથી જ મારે વૈરી છે. મારી મજાક ઉડાવનાર છે. મને ત્રણ ત્રણ વખતથી આમંત્રણ આપીને પારણું કરાવતે નથી, ને મારી હાંસી કરે છે. બસ, હવે મારે પારણું કરવું જ નથી. મારા આ તપનું જે કંઈ ફળ દેય તે ભભવ હું તેને મારનારે થાઉં. આવું નિયાણું કર્યું. એ નિયાણાના બળે નવ નવ ભવ સુધી ગુણસેન અને અગ્નિશર્મા સાંકડી સગાઈમાં ઉત્પન્ન થયા. દરેક ભવમાં અગ્નિશમને જીવ ગુણસેનને કેઈ ને કઈ રીતે મારી નાંખતે હતું ને ગુણસેનને જવ ખૂબ ક્ષમા રાખત. અંતે નવમા ભવે ગુણસેનને:જીવ સમરાદિત્ય કેવળી થયે ને કને ક્ષય કરીને મેક્ષમાં ગયા. એક જીવે જે ક્ષમા રાખી તે છૂટકારો થયો. જે બંને સરખા હેત તે આ પરંપરા ક્યાં સુધી ચાલત તે કેવળી ભગવાન સિવાય કઈ કહી શકે નહિ.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીની વાત ચાલે છે. તેમાં પૂર્વભવના નેહના કારણે ઇષકાર રાજાની ભૃગુપુરોહિત પ્રત્યે ખૂબ કૃપાદ્રષ્ટિ હતી. તેથી રાજા તેમને ખૂબ ધન આપતા હતા. ભૃગુપુરોહિત અને તેની પત્ની યશા બંને રાજશાહી સુખ ભોગવતાં હતાં મહારાજાની મહેરથી એને સંપત્તિની કમીના ન હતી, પણ સંતાનના અભાવમાં