________________
૭૨
શારદા સુવાસ જશોભદ્ર. આ રીતે છે જેની આ અધ્યયનમાં વાત આવે છે. છ એ છ પૂર્વભવના અનુબંધ સંબંધે સંકળાયેલા હતા. ઈષકાર રાજાના રાજ્યમાં પ્રધાને, સામંત અને સેનાધિપતિઓ ઘણા હતા, પણ બધા કરતાં ભૃગુપુરોહિત ઉપર રાજાની ખૂબ અમીદ્રષ્ટિ હતી. રાજાએ ભૃગુપુરહિતને પિતાને માનનીય પુરહિત બનાવ્યો હતે.
બંધુઓ! જેની સાથે તમારે પૂર્વ સંબંધ હશે તે કદાચ બીજાને ઘેર જન્મશે છતાં તમને પ્રેમ આવશે, અને પૂર્વનું વૈર હશે તે બાપ-દીકર, મા-દીકરે, પતિ-પત્ની, બની આવા સંબંધમાં પણ વૈર લેશે વૈરની વણઝાર કેવી રીતે પ્રગટે છે ! સમરાદિત્ય કેવળીના નવ ભવ છે. તેમાં એ જેને કેવી રીતે સંબંધ બંધાય છે ને કેવી રીતે વૈરને બદલે લે છે તે વાંચતા હૈયામાં કંપારી છૂટી જાય છે. એમાં ગુણસેન રાજા અને અગ્નિશર્માના ભાવથી તેમના વૈરની પરંપરા સર્જાય છે તે કેવી રીતે સર્જાય છે તે હું તમને ટૂંકમાં સમજાવું.
ગુણસેન રાજકુમાર હવે ને અગ્નિશર્મા ગુણસેનના પિતાના પુરોહિતને પુત્ર હતે. અગ્નિશર્મા પૂર્વકર્મના કારણે શરીરે કદરૂપ, તેથી ગુણસેન કુમાર તેને ગધેડા ઉપર બેસાડીને ખૂબ મજાક કરતે. તેના ત્રાસથી કંટાળીને અગ્નિશર્મા ચાલ્યા ગયે, અને તાપસ પાસે જઈ તાપસ બને ને મા ખમણને પારણે માસખમણ કરવા લાગ્યા. એના તપની ખૂબ પ્રશંસા થવા લાગી. આ તરફ ગુણસેન રાજા બને. એક વખત તે ફરતે ફરતે તાપસના આશ્રમ તરફ આવ્યું. ગુણસેનની દષ્ટિ ગુણગ્રાહી હતી તે તાપના આશ્રમમાં ગયે. તેને ખબર પડી કે અગ્નિશર્મા તાપસ ખૂબ ઉગ્ર તપશ્ચર્યા કરે છે તેથી તેની પાસે જઈને વંદન નમસ્કાર કરીને કહ્યું–તપસ્વીજી! આ વખતે પારણને લાભ મને આપજે. ગુણસેનને ખબર નથી કે હું જેની મજાક ઉડાવતે હવે તે આ તાપસ છે, પણ અગ્નિશમાં તેને ઓળખી ગયા હતા, તેમણે રાજાના આમંત્રણને સ્વીકાર કર્યો. ગુણસેનના દિલમાં ખૂબ આનંદ થયો અને તપસ્વીના પારણાની રાડ જેવા લાગ્યા. પારણાના આગલા દિવસે રાજાના મનમાં આનંદની છોળે ઉછળતી હતી કે મારા ધન્ય ભાગ્ય કે કાલે મારે ઘેર મા ખમણના તપસ્વીના પગલા થશે, અને હું તેમના પારણાને લાભ લઈશ. એમના આવા ભાવ હતા પણ કર્મની વિચિત્રતા કેઈ અજબ છે. માણસ ધારે છે શું ને બને છે શું?
ગુણસેન રાજાના ઘરે તાપસનું આગમન” – અગ્નિશર્મા તાપસ તેમના વડીલ તાપસની આજ્ઞા લઈને ગુણસેન રાજાને ત્યાં પારણું કરવા માટે આવ્યા ત્યારે રાજાના મહેલમાં રોકકળ મચી ગઈ હતી. ગુણસેન રાજાના મસ્તકમાં શૂળની ભયંકર વેદના ઉપાડી હતી. એટલે સૌ તેની ચિંતામાં હતા. ઘરના મુખ્ય માણસને કેઈ બિમારી આવે તે ઘરના બધા ચિંતાતુર બની જાય છે ને ! આ તે મેટા રાજા હતા. એટલે એમની રાણીઓ, પ્રધાને, દાસ-દાસીઓ બધા જ રાજાની વેદના મટાડવા માટે કંઈક ઈલાજે ને ઉપાય કરતા હતા. આવા સમયે તપસ્વીજી પધાર્યા. કેઈએ તેમને આદર સત્કાર ન કર્યો કે પારણું ન કરાવ્યું તેથી તાપસ ચાલ્યા ગયા. એમને એ નિયમ હતો કે તેઓ જેને ત્યાં પારણું કરવા જાય