________________
શારદા સુવાસ
૭૧
કાય છે. તમે તપ, જપ, વ્રત-નિયમ બધું કરી પણ કદી નિયાણુ' કરશેા નહિ. નિયાણું એટલે એક લાખ રૂપિયાની ચીજ કાડીમાં વેચી દેવી તે. સભૂતિ મુનિએ પેાતાના અપૂ ખળથી પ્રાપ્ત કરેલા તપ અને સયમરૂપી અમૂલ્ય ઝવેરાતને કામભોગા રૂપી કાડીને ખાતર વેચી દીધા, ચિત્તમુનિએ તેમને ઘણું સમજાવ્યા પણ આલેચના કરી નહિ. ત્યાંથી ખને કાળ કરીને દેવ થયા, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને કાંપિલ્ય નગરમાં ચુલ્લણીરાણીની કુખે જન્મ લઈને બ્રહ્મદત્ત ચક્રવતિ અને છે ને ચિત્ત પુરિમતાલપુર નગરમાં ધનપતિ શેઠને ત્યાં જન્મ લઈને સંતના સંચાગ મળતાં દીક્ષા લે છે.
ત્યાર પછી બ્રહ્મદત્ત અને ચિત્તમુનિનું મિલન કેવી રીતે થયું તે વાત લાંખી છે. ટૂંકમાં એક વખત બંનેનું મિલન થાય છે, ત્યારે ભૌતિક સુખના ભિખારી બનેલે બ્રહ્મદત્ત કહે છે ભાઈ ! તું આ ઘરઘરમાં ટૂકડા શા માટે માંગે છે? અને આ તપ કરીને શરીરને શા માટે સૂકાવી રહ્યો છે? મારા ઉત્તમ પ્રકારના કામભેગા છે. હું તને ગમશે તેવી કન્યાઓ પરણાવીશ, મનગમતે મહેલ આપીશ, સુખ ભાગવવા જે ચીજ જોઇશે તે બધી હું તને આપીશ પણ આ દીક્ષા છેડીને મારે ઘેર આવી જા. જુઓ, ભાગના ભિખારી ભાગનું જ આમત્રણ આપે ને! પણ ચિત્ત મુનિ તેમાં લેાભાય તેવા ન હતા. જેના અંતરમાં વૈરાગ્યની જ્ગ્યાતિ ઝળકી રહી તેવા ચિત્ત મુનિએ તેને કહી દીધું કે હું બ્રહ્મદત્ત ! સાંભળ.
सव्वं विलवियं गीयं सव्यं न विडम्बियं ।
,
सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥ १६ ॥
બધા સંગીત એક પ્રકારના વિલાપ જેવા છે. સર્વ પ્રકારના નાટક અને નૃત્ય એ વિટંબના રૂપ છે. બધા આભૂષણ્ણા ખેાજારૂપ છે, અને બધા કામભોગા એકાંત દુઃખને આપનારા છે. હું બ્રહ્મદત્ત! આ આખા સસાર જયાં નાટકરૂપે છે ત્યાં ખીજા નાટકો શા જોવા? જે સ્થળે ક્ષણુ પહેલાં સ’ગીત અને નૃત્ય થતા હાય છે ત્યાં થેડી ક્ષણુ પછી હાહાકાર ભર્યાં કરૂણ રૂદને થાય છે. ત્યાં કેને 'ગીત માનવા ? આભૂષા તા બાળકની ચિત્તવૃત્તિને પોષવાના રમકડા છે. ત્યાં સમજીને વળી માહ શા? અને ભોગેા તા આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણે તાપના મૂળ છે. તેા દુઃખના મૂળમાં સુખ શી રીતે સંભવી શકે? સુખ તે તપશ્ચર્યારૂપી ધનવાળા અને કામમોગેાથી વિરક્ત બની ચારિત્ર ગુણુમાં લીન બનેલા મુનિઓને છે, માટે હું બ્રહ્મદત્ત તું સંસાર છેડીને સાધુ બની જા.
ચિત્તમુનિએ બ્રહ્મદત્તને ઘણું સમજાવ્યે પણ પૂર્વે નિયાણું કર્યુ હતુ. તેથી તેની આસક્તિ છૂટી નહિ. તેમણે અંતે મુનિને કહી દીધુ કે ગુરૂદેવ ! આપની બધી વાત સાચી છે. જેમ કીચડમાં ખૂંચેલા હાથી સામે કિનારો જોઈ શકે છે પણ કિનારે જવાની ઇચ્છા હોવા છતાં જઈ શકતા નથી. મારી પણ એવી જ દશા છે. સમજું છું છતાં છોડી શકું