________________
શારદા સુવાસ જંબુસ્વામી વણિક હતા ને તમે પણ વણિક છે ને ? પણ એ તમારી જેમ વેવલા ના હતા. શુરવીર ને ધીર હતા. એમને સવારે દીક્ષા લેવી હતી ને રાત્રે ઘેર આવ્યા. ૫૦૦ ચોરે ઘરમાં પિઠા. ધનમાલના પિોટલા બાંધ્યા ત્યારે જંબુકુમારને વિચાર થયે કે આ ધન માલ બધું લઈ જાય છે. મને એની જરૂર નથી પણ આ ચોર ચોરી કરીને બધું લઈ જશે ને સવારમાં હું દીક્ષા લઈશ તે જગત એમ કહેશે કે ઘરમાં કંઈ રહ્યું નહિ, માલ મિલ્કત ચેરે ચરી ગયા પછી બિચારે દીક્ષા ન લે તે શું કરે? એમ નિંદા થશે. મારે બિચારા બનીને દીક્ષા નથી લેવી પણ બહાદુર બનીને લેવી છે. એટલે તેમણે શુદ્ધ ભાવથી નવકારમંત્રનું સ્મરણ કર્યું. તેથી ચોરી કરવા આવેલા ચેરે ત્યાં થંભી ગયા. એમણે ચેરેને પ્રતિબંધ પમાડે. ચોરી કરવા આવેલા ૫૦૦ ચોરોએ પણ જંબુકુમાર સાથે દીક્ષા લીધી. સાથે પિતાની આઠ પનીઓ, તેમના માતા પિતા અને પિતાના માતાપિતા બધાએ દીક્ષા લીધી.
દેવાનપ્રિયે! કેટલે ઊંચે વૈરાગ્ય ! આ વણિકનું ખમીર હતું. તમે પણ એવું ખમીર પ્રગટાવજે. તે તમે સાચા વણિક છે નહિતર વેવલા બની વાતમાં જ રહી જશે, અને જિંદગી પૂરી થઈ જશે. બીસ્ત્રા ઉઠાવીને જવું પડશે. માટે કાલે કરીશું એવી રાહ ન જુઓ. જાગ્યા ત્યારથી સવાર સમજીને ધર્મારાધના કરી લે.
આપણે હરિકેશ મુનિની વાત ચાલતી હતી. તેઓ ચંડાળ કુળમાં જન્મ્યા હતા પણ તેમના જીવનમાં ગુણે ઘણુ હતા. સંયમ લઈને ખૂબ કઠીન તપશ્ચર્યા કરતા હતા. ઉચ્ચ કેટીનું ચારિત્ર પાળી ઘણું જેને જૈન ધર્મનું મહત્ય સમજાવીને ધર્મ પમાડ્યા ને વ–પર કલ્યાણ કર્યું.
“બ્રહ્મદત્તને જગાડવાનો ચિત્ત મુનિનો પ્રયાસ” હવે તેરમા અધ્યયનમાં ચિત્ત મુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિની વાત આવે છે. તેમાં પણ ઘણું ગૂઢ ભા રહેલા છે, પણ ટૂંકમાં થોડું કહીશ. ચિત્ત અને સંભૂતિ બંને ભાઈઓ હતા. અખંડ પ્રેમની ગાંઠથી બંધાયેલા હતા. એક-બે–ત્રણ નહિ પણ પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા હતા. પરસ્પરના પ્રેમના કારણે ત્રણાનુબંધ થાય છે. તેમાં કોઈ સમાન ગુણવાળા પ્રાણીઓ એક સ્થળે ઉત્પન્ન થાય છે ને અખૂટ પ્રેમની સરિતામાં સ્નાન કરે છે, અને પછી પણ સાથે જ જન્મ લે છે. આ રીતે ચિત્ત અને બ્રહ્મદત્ત પણ પાંચ ભવ સુધી સાથે રહ્યા અને છઠ્ઠા ભવે જુદા પડ્યા. તેનું મુખ્ય કારણ ચિત્તની અનાસક્તિની અને બ્રહ્મદત્ત આસક્તિ હતી.
પાંચમા ભવમાં બંને ભાઈઓએ દિક્ષા લીધી હતી. દીક્ષા લઈને ઉગ્ર સાધના કરતા હતા. એક વખત તેઓ વિચરતા વિચરતા હસ્તિનાપુરમાં આવ્યા, ત્યારે સનત્કુમાર ચક્રવતિ પિતાના પરિવાર સહિત દર્શન કરવા આવ્યા. તેમની સમૃદ્ધિ જોઈને સંભૂતિ મુનિ તેમાં આસક્ત થયા. ત્યાં તેમણે એવું નિયાણું કર્યું કે જે મારા તપ, સંયમનું ફળ હોય તે આવતા ભવમાં હું આ ચક્રવર્તિ બનું, બંધુઓ! નિયાણું આત્મસાધનાને ખઈ નાંખવાનું