________________
શારદા સુવાસ આત્માને નથી જાણે ત્યાં સુધી જન્મા અફળ છે. આજે મોટા ભાગના માનવી આત્માની ચિંતા નથી કરતા પણ બીજા શું કરે છે અથવા આ તેને મિત્ર કે કોઈ સ્વજન વધુ કમાઈ ગયે એની ઈર્ષા કરશે. કેઈની પ્રશંસા એનાથી સહન નહિ થાય તે બીજાને મેં એની નિંદા કરશે, એનું ખરાબ કેમ થાય તે માટે પ્રપંચે ઉભા કરશે–પણ એને ખબર નથી કે એનું અહિત તે થતાં થશે પણ મારું તે પહેલાં અહિત થઈ જશે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. - અકબર બાદશાહનું નામ તે તમે બધાએ સાંભળ્યું છે ને ? અકબરને મહાન બુદ્ધિને ભંડાર બીરબલ પ્રધાન હતું. આ બીરબલનું બાદશાહ પાસે ઘણું માન હતું. દરેક કાર્યમાં અકબર બાદશાહ બીરબલ પ્રધાનને પૂછે. બીરબલ સારી સલાહ આપે એટલે બાદશાહ એની ખૂબ પ્રશંસા કરતા. આ સંસારમાં એ ક્રમ છે કે એકની પ્રશંસા બીજાથી સહન ન થાય. બાદશાહના બીજા મંત્રીઓ, સામતે બધાને બીરબલ ઉપર ખૂબ ઈર્ષ્યા હતી. તેઓ ઘણી વાર બીરબલને હલકે પાડવાના પ્રયાસ કરતા પણ કેઈ ફાવી શકતું નહિ. આ અકબરને રેજ સવારમાં હજામત કરવા એક હજામ આવતું હતું. ઘણુ વખતને જુનો હજામ હતો એટલે એ પણ બાદશાહને ખૂબ માનીતું હતું. એના મનમાં થયું કે બાદશાહ બીરબલની આટલી બધી પ્રશંસા કરે છે ને એનું આટલું બધું માન ! હું એને નીચે પાડી દઉં તે મારુ માન વધે, પણ મૂખને ખબર નથી કે બીરબલ ઉપર ઈર્ષ્યા કરવા જતાં હું જ ઈર્ષાની આગમાં ઝડપાઈ જઈશ. - “આગ કરતાં ભયંકર આગ ઈષ્ય” –બંધુઓ ! ઈર્ષા એ ભયંકર આગ છે. આગ કેટલું ભયંકર નુકશાન કરે છે, આગને અંજામ કે કરૂણ હોય છે! તમે ઘણું વાર આગનું દશ્ય નજરે નિહાળ્યું હશે ને પેપરમાં વાગ્યું પણ હશે. જ્યારે આગ લાગે છે
ત્યારે આગની ભયંકર વાળાઓના સપાટામાં આવી જઈને મકાનના મકાને, મિલેની મિલે ને ગામના ગામ બળીને ખાખ થઈ ગયા. એ હૃદયદ્રાવક દશ્ય જોતાં અને પેપમાં સમાચાર વાંચતા પણ હૃદયમાં કમકમાટી આવી જાય છે. એકાદ નાની શી ચિનગારીમાં ભયંકર દાવાનળ સળગાવવાની શક્તિ છે. દાવાનળમાં મેટા મેટા જંગી જંગલે બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તેમાં ઘણા નિર્દોષ પશુઓ પક્ષીઓ પણ સ્વાહા થઈ જાય છે. એવું અતિ વિનાશકારી સ્વરૂપ આગથી સર્જાય છે. એ આગનું તાંડવ નૃત્ય શાંત પડયા પછી સમયના વહેણ વહેતાં જાણે કંઈ જ ન બન્યું હોય તેવું વાતાવરણ સર્જાઈ જાય છે, પણ એ આગે સજેલા વિનાશના સ્મરણ પાછળ રહી જાય છે. આ તે તમારા બધાના જાત અનુભવની વાત છે ને? આ તે સ્થળે આગની અને તેણે સજેલા અનર્થકારી મહાવિનાશ ની વાત થઈ. આ આગ તે કમે ક્રમે ઓલવાઈ જાય છે ને બધું થાળે પડી જઈને વિસ્મરણની ખાઈમાં દટાઈ જાય છે. માત્ર ઈતિહાસના પાને ન ભૂંસી શકાય તેવા અક્ષરોથી લખાયેલી એ આગની તેમજ તેણે સજેલા વિનાશની યાદી રહી જાય છે.