________________
રારા સુવાસ છે ને અજ્ઞાની મરણથી ડરે છે. અજ્ઞાની મનુષ્યને મરણ આવે ત્યારે ગભરાય છે, રડે છે ને ઝૂરે છે કે અરેરે...હવે મારે આ બધું છેડીને જવું પડશે. જ્યારે જ્ઞાની પુરૂષોના મનમાં એમ થાય છે કે મને માનવદેહ મળે છે તે એવી કરણી કરી લઉં કે ફરીને મારે જન્મ-મરણ કરવા ન પડે. આ દેહ એ તે બારદાન છે ને ચેતનદેવ એ માલ છે.
જ્યાં સુધી બારદાનમાં માલ છે ત્યાં સુધી તેની કિંમત છે. આ તે તમારા અનુભવની વાત છે ને? બારદાનમાંથી માલ કાઢી લીધા પછી બારદાનને સાચવે કે કચરામાં ફેંકી દો ? શું કરે? (શ્રોતામાંથી અવાજ –માલ કાઢી લીધા પછી બારદાનને કઈ સાચવતું નથી.) તે હવે તમે એક વાત સમજી લે કે આ શરીરરૂપ બારદાનમાંથી ચેતન રૂપી માલ ગયા પછી એની શું દશા? (જવાબ -ઝટ કાઢ, ઝટ કાઢે) અરે, આ શું બોલે છે? આવું જાણે છે તે સમજીને શરીરનું મમત્વ છેડીને એવી સાધના કરી લે કે ફરીને ગર્ભની ગંધાતી કોટડીમાં પૂરાઈને જન્મ લે ન પડે. આ રીતે ભગવાને સકામ-અકામ મરણની વાત સમજાવી.
હવે છઠ્ઠા અધ્યયનની પહેલી ગાથામાં ભગવાન એ સમજાવે છે કે દરેક જીએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. જ્ઞાન એ આત્માને ઉજાસ છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાનવાન મનુષ્ય સુખી થાય છે. કર્મોદયે દુખ આવે તે પણ તે દુઃખમાંથી સુખ શોધે છે ને અજ્ઞાની છવ અંધકારમાં આથડે છે. માટે જીવને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે.
" जावन्ति ऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा । .
लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणंतए ॥" સમ્યજ્ઞાન રૂ૫ વિદ્યાથી રહિત, મિથ્યાત્વથી ભરેલા જેટલા મનુષ્ય છે તે સર્વે અનંત દુઃખની ઉત્પત્તિના સ્થાનભૂત છે. તથા હિતાહિત વિવેકથી રહિત છે. તે અંતરહિત ચારગતિ રૂપ સંસારમાં તે છ અનેકવાર જન્મ-જરા-મરણ તથા આધિ, વ્યાધિ અને દરિદ્રતા વિગેરે દુખેથી પીડાય છે. જે જીવેમાં જ્ઞાન હોય છે તે દુઃખ પામતા નથી. જ્ઞાન જેવું કંઈ સુખ નથી ને અજ્ઞાન જેવું કંઈ દુખ નથી. જ્ઞાન જે પ્રકાશ નથી ને અજ્ઞાન જે કઈ અંધકાર નથી.
દુનિયામાં દેખીતે અંધકાર એ અંધકાર નથી પણ અજ્ઞાન એ ભયંકર કેટને અંધકાર છે જે ઉત્તરોત્તર અવનવા અંધકારેને ઉત્પન્ન કરે છે. એ
અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક નાના ગામમાં બધા માણસે અજ્ઞાન અને અબૂઝ હતા. રાત પડે એટલે અંધારું થાય છે તે એક સામાન્ય વાત છે, પણ આ લેને એવી ખબર ન પડે કે અંધકારને દૂર કરવા માટે શું કરવું જોઈએ. એ જમાનામાં