________________
પ
શારદા સુવાસ સાચી છે, અને તે આ બેકડાની દશા જોઈને કંપારી છૂટે છે. ખાવું ભાવતું નથી. ત્યારે ગાયે કહ્યું-બેટા ! તારે ચિંતા કરવાની જરૂર નથી. તને કે મને એ મારશે નહિ. આ દષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે જેમ બેકડાને મહેમાનેને ભેગ ધરવા માટે જ સારું સારું ખવડાવીને હૃષ્ટપુષ્ટ બનાવવામાં આવ્યું હતું તેવી રીતે જે અજ્ઞાની મનુષ્ય રસમાં, ભેગમાં ને પાપમાં આસક્ત બને છે તેની નરકમાં એવી દશા થાય છે.
બીજું દષ્ટાંત ત્રણ વણિકોનું આપ્યું છે. ત્રણ વણિકે મૂળ મૂડી લઈને વહેવાર કરવા માટે નીકળ્યા. તેમને એક લાભ મેળવે છે, બીજે મૂળ મૂડી પાછી લાવે છે ને ત્રીજે મૂડી ગુમાવીને આવે છે. આ રીતે.
माणुसत्तं भवे मूलं, लाभो देवगइ भवे ।
मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।। १६ ॥ જે મનુષ્યત્વ પ્રગટાવે છે તે મૂળ મૂડીને આબાદ શખે છે. દેવગતિ પામે છે તે લાભ મેળવે છે પણ જે જીવે નરક અને તિર્યંચ ગતિને પામે છે તે ખરેખર મૂળ મૂડીને પણ ગુમાવે છે. આ સાતમા અધ્યયનની વાત કરી. આઠમાં અધ્યનનમાં કપિલ કેવળીએ (૫૦૦) પાંચસે ચોરોને સંસારની ક્ષણિકતા સમજાવીને વૈરાગ્ય પમાડી દીક્ષા આપી.
નવમા અધ્યયનમાં નમિરાજર્ષિની વાત આવે છે. નમિરાજર્ષિની વાત ખૂબ જાણવા જેવી છે. નમિરાજને વૈરાગ્ય કે ઉચ્ચ કોટિને હતું કે ખુદ ઈદ્ધ મહારાજા તેમની પરીક્ષા કરવા માટે આવ્યા છતાં ડગ્યા નહિ. નમિરાજર્ષિને ઘણી રાણીઓ હતી. એક વખત નમિરાજર્ષિના શરીરમાં દાહારને રોગ થયે. શરીરમાં અત્યંત બળતરા થવા લાગી. એટલે રાજાની રાણેએ પિતાના પતિને શીતે પચાર (વિલેપન) કરવા માટે જાતે ચંદન ઘસવા લાગી. બંધુઓ ! નમિરાજર્ષિના જીવનમાંથી ઘણું જાણવાનું મળે છે. એ મોટા રાજા હતા. એમના ઘરમાં કઈ જાતની કમીના ન હતી. જોકર ચાકર ઘણાં હતાં, એ નેકરે ચંદન ઘસવાનું કામ કરી શક્ત પણ એ જમાનામાં પતિવ્રતા સ્ત્રીઓ પોતાના પતિની સેવા જાતે જ કરતી હતી. એ રાણીએ પિતાના પતિને રેગ જલદી શાંત થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતી ચંદન ઘસતી હતી.
કંકણના રણકારે આત્માને રણકાર ” –રાણીઓના હાથે ઘણાં કંકણે હતા એટલે ચંદન ઘસતા અવાજ તે થાય જ ને? જ્યારે શરીરમાં અશાતા હોય ત્યારે અવાજ પણ સહન થતું નથી. નમિરાજર્ષિ પૂછે છે, પ્રધાનજી! આટલે બધે અવાજ શેને થાય છે ત્યારે કહે છે સાહેબ ! આપના મહારાણીએ આપના શરીરે વિલેપન કરવા માટે ચંદન ઘસી રહ્યા છે. નમિરાજે કહ્યું-પ્રધાનજી! આ અવાજ અસહ્ય છે. તેને બંધ કરાવે. પ્રધાને રાણીઓને સૂચના કરી એટલે રાણીઓએ સૌભાગ્યના ચિહ્ન પૂરતા એકેક કંકણ રાખીને બાકીના બધા કંકણે ઉતારી નાખ્યા. તેથી અવાજ બંધ થઈ ગયે, ત્યારે