________________
શારદા સુવાસ નમિરાજે પૂછ્યું. ચંદન ઘસવાનું કામ પૂરું થઈ ગયું? પ્રધાને કહ્યું, ના, સાહેબ! કામ તે ચાલુ છે પણ રાણીઓએ એકેક કંકણ રાખીને બાકીના બધા ઉતારી નાંખ્યા તેથી અવાજ બંધ થઈ ગયે. નમિરાજાના વૈરાગ્યનું આ નિમિત્ત છે. તમને પણ સંસારમાં નિમિત્ત તે ઘણું મળે છે પણ કોણ જાણે હૃદય કેવા કાળમીંઢ પાષાણુ જેવા બની ગયા છે કે ગમે તેટલા નિમિત્તો મળે કે ઉપદેશ સાંભળે પણ વૈરાગ્ય આવતું નથી. (હસાહસ) નમિરાજે સાંભળ્યું કે એકેક કંકણું રાખીને બધા ઉતારી નાંખ્યા ત્યારે તેમના વિચારેએ કેવો વળાંક લીધે તે સાંભળવા જેવું છે.
અહે! આ અનેક કંકણેનો સંઘર્ષ થતો હતો અને એકમાં સંઘર્ષ મટી ગયો તે દુઃખ પણ ગયું. હાશ-હવે કેવી શાંતિ લાગે છે ! આવી જ રીતે જીવ જેમ જેમ અસંતોષ અને તૃષ્ણ વધારી બહુ પરિગ્રહ ભેગે કરતો જાય છે તેમ તેમ તેને સુખ-શાંતિ નહિ પણ ચિંતા વધે છે. કંકણુ એને પ્રત્યક્ષ પુરાવે છે. જ્યાં એક છે ત્યાં શાંતિ છે અને બે છે ત્યાં બગાડ છે. માટે જે આત્માની સાચી શાંતિ જોઈતી હોય તે સંયમ લે તે જ શ્રેષ્ઠ છે. "
દેવાનુપ્રિયે ! એક સામાન્ય નિમિત્ત કેવું કામ કરી ગયું! પહેલાં તે રાણીઓના ઝાંઝરને ઝણકાર અને કંકણુને રણકાર નમિરાજને ખૂબ પ્રિય લાગતું હતું. તે સાંભળવામાં મુગ્ધ બની જતા હતા. એ જ અવાજ વૈરાગ્યનું નિમિત્ત બની ગયે. તેઓ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે ઈન્દ્ર બ્રાહ્મણના રૂપમાં આવીને કહે છે હે રાજન ! આ તારી રાણીએ રડે છે, મિથિલા નગરી બળે છે, નગરજને કલ્પાંત કરે છે તેમના સામું તે જે, પછી દીક્ષા લેજે. નમિરાજર્ષિ કહે છે પિતાના વિશ્રામનું સ્થાન વૃક્ષ પડી જવાથી પક્ષીઓ રડે છે. તે પિતાને વિસામો ગયે તેને રડે છે પણ વૃક્ષને રડતા નથી. એ બધા મને રડતા નથી પણ એમના સ્વાર્થને રડે છે. હું તે
मुहं वसामो जीवामो, जेसि मो नत्थि किंचणं ।
मिहिलाए उज्झमाणीए, न मे उज्झइ किंचणं ॥१४॥ સુખપૂર્વક રહું છું ને સુખપૂર્વક જીવું છું. એમાં મારું કોઈ નથી. મિથિલા નગરી બળતાં મારું કાંઈ નથી બળતું, જે મારું છે તે મારી પાસે જ છે. જુઓ, નમિરાજે કે સુંદર જવાબ આપી દીધે! ઈન્દ્ર મહારાજાના એકેક પ્રશ્ન એવા હતા કે ભલભલાને પીગળાવી દે. પણ આ સામાન્ય વૈરાગી ન હતા. મહાન દઢ વૈરાગી હતા. એટલે સચેટ ઉત્તર આપી દીધા.
નવમા અધ્યયન પછી દશમા અધ્યયનમાં ભગવાને પોતાના પટ્ટશિષ્ય ગૌતમ સ્વાને ઉપદેશ આપતાં પહેલી ગાથામાં જ કહ્યું છે કે હુમપત્ત, વંદુ વાહે ગૌતમ! વૃક્ષ ઉપર રહેલું પીળું પાંદડું રાત્રિને વિષે ઝાડ ઉપરથી ખરી પડે છે