________________
પર
શારદા સુવાસ
લાઈટો ન હતી. પણ તે માણસને દીવે કરવાનું પણ જ્ઞાન ન હતું. માડી રાત થાય એટલે ત્યારથી સવાર સુધી અંધારાને કાઢવા માટે લાકડીએ લઈને અંધકારને મારીને કાઢી મૂકવા મથતા. વધુ શું કહુ' ? લાકડીઓ પકડીને હથેળીએ સૂઝી જતી અને ખાવડા રહી જતા પણ મૂર્ખાઓને ખબર પડતી નહોતી કે અંધારું' કેમ જાય ! એ તા સૂર્યોદય થાય એટલે માની લેતા કે હવે અંધારું ભાગી ગયું. આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યું. જ્ઞાનીપુરૂષોએ કહ્યુ છે કે ‘તાનુતિને જો ન હો: પારમાર્થિ: ' । આંધળી દોટની માફક ચાલતુ' જ રહ્યું, એકે કયુ, ખીજાએ કયુ. એમ એક પછી એક અજ્ઞાની લોક એકબીજાની નકલ કરતા જ રહ્યા, પણ કોઈ એ પેાતાની અક્કલના ઉપયોગ કર્યાં નહિ ને હાથમાં લાકડી લઈને અંધારાને ભગાડતા જ રહ્યા, પણ મૂર્ખાઓને ખબર ન પડી કે અંધારાને લાકડીથી ન કઢાય. અંધારાને ભગાડવાના કોઇ ઉપાય તેમણે શેાધ્યા નહિ. અરે! એક દિવાસળી પેટાવે તે ય અંધારું ભાગી જાય.
હુંવે આ રીતે વર્ષાં વીત્યા પછી ગામના સદ્ભાગ્ય જાગ્યા કે એક ઘરમાં કોઈ સુસ'સ્કારી અને સદ્ગુણી વહુ પરણીને આવી. વહુએ આખા દિવસ કામકાજમાં પસાર કર્યાં. સાંજ પડવા આવી એટલે સાસુ કહે છે કે વહુ બેટા ! તમે થાકયા પાકયા અત્યારે સૂઈ જાઓ. પછી સમય થયે અમે તમને જગાડી, ત્યારે વડુએ કહ્યું-ખા! અત્યારે સૂઇ જવાનું ને પછી ઉઠાડીશું' એમ શા માટે કડા છે? ત્યારે સાસુએ કહ્યું-તને ખબર નથી કે, રાત્રે અંધારાને ભગાડવા માટે જાગવાનુ છે. વહુએ કહ્યું-મા ! તમે કેવી રીતે અ ંધકારને ભગાડી છે ! ત્યારે સાસુ કહે છે વહુ તે મૂખી લાગે છે. અંધારાને કેવી રીત કઢાય એટલી પણ તેને ખખર નથી પડતી. જો, આ લાકડીઓ, રાત્રે હું' ને તારા સસરા, મા દીકરો અને તુ બધાએ ભેગા થઈને અંધારાને મારવાનુ' એટલે અંધારુ... ભાગી જશે ને અજવાળુ થશે.
66
વહુની બુદ્ધિથી ગયેલુ દુઃખ ” :-ચતુર વહુ આ લોકેાની અજ્ઞાનતાનુ કારણ સમજી ગઈ. માત્ર પેાતાના ઘરની જ નહિં પણ પોતાના ગામના બધા લોકોની આ દુઃખદ પરિસ્થિતિ જોઇને તેને દયા આવી. તેણે તેના સાસુ-સસરાને કહ્યું, ખા-બાપુજી ! તમે અંધારું. ભગાડવાનું' કામ મને એકલીને જ સોંપી દે અને આખા ગામમાં સાદ પડાવી દો કે આજે અંધારું ભગાડવાનું કામ અમારી પુત્રવધૂને સોંપ્યુ છે. તે એકલી અંધારાને ભગાડી મૂકશે. સાસુએ કહ્યું, બેટા! એમાં તારી એકલીનુ` કામ નહિ. પછી સાદ પડાવવાની શી જરૂર છે. વહુએ નમ્રતાથી કહ્યું, ખા! તમે જુએ તે ખરા! પુત્રવધૂના કહેવાથી ગામમાં સાદ પડાવ્યેા. વાયુવેગે ગામમાં સમાચાર પ્રસરી ગયા. લોકોને પણ આશ્ચય થયું. કે આ નવી વહુ કેવી રીતે અંધારુ' કાઢશે ! સૌ જોવા માટે ત્યાં આવી ગયા. સૂર્યાસ્ત થઇ ગયા હતા. ધીમે ધીમે અંધારપટ વધતા જતા હતા. એ સમયે આ નવવધૂએ બધાની પંચમાં કાર્ડિયાના દીવા પેટાવ્યા. એટલે અંધકાર ભાગી ગયા ને અજવાળુ' પ્રસરી ગયું.