________________
શારદા સુવાસ શુ ગુણ છે તેવી રીતે આત્માથી પુરૂષો આગમના શબ્દે શબ્દમાં રહેલા રત્નના મૂલ્ય આંકી શકે છે. આપણે પ્રથમના ચાર અધ્યયનની વાત કરી. ચેાથા અધ્યયનની પ્રથમ ગાથામાં ભગવંતે કહ્યું કે જીવન ક્ષણભંગુર છે. આયુષ્યનેા તાર તૂટયા પછી સધાતા નથી. માટે પ્રમાદ છેડીને આત્મસાધના કરી લે. જે આત્મા પ્રમાદનો ત્યાગ કરી કલ્યાણના કામી અને છે તે પંડિત મરણે મરી શકે છે. તેથી પાંચમાં અધ્યયનમાં ભગવાને સકામ મરણુ અને અકામ મરણની વાત સમજાવી છે.
પંડિત મરણુ કાણુ મરી શકે? જેમણે માનવભવની અમૂલ્ય તકને ઝડપી લીધી છે તે. કાલે પૂ. તારાબાઈ મહાસતીની વાત કરી હતી કે કેવુ એમનું પંડિત મરણુ થયું હતુ! મેં તા તમને ટૂંકમાં જ વાત કરી હતી પણ જે વિસ્તારથી તમે સાંભળ્યુ હાત તા તમને એમ જ થાત કે કેવુ સુંદર પવિત્ર જીવન અને કેવુ પંડિત મરણુ ! જીવન જીવ્યા એનું નામ કહેવાય. ખાકી તા કીડાની જેમ જન્મ્યા ને મર્યા એની કાઈ કિંમત નથી. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમાં અધ્યયનમાં ભગવાને કહ્યું છે કે સકામ મરણે કાણુ મરે છે ને અકામ મરણે કાણુ મરે ?
बालाणं तु अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेण स भवे ॥ ३ ॥
સત્ સત્તા વિવેકથી જે વ્યક્તિ વિકળ છે એવા ખાલ જીવાનુ મરણુ તેનું નામ અકામ મરણુ. આવા મરણુ અનેક વાર થયા છે. અકામ મરણવાળા છેિ કે મને મરણુ ન આવે તે સારું. છતાં મરણુ તે ખધાને આવે કામભાગમાં આસક્ત અનેલા અજ્ઞાની જીવા કદી એવું નથી સમજતા કે એક દિવસ આ બધુ... છેડીને મારે જવાનુ છે. આ રીતે વિષય પ્રત્યેના રાગને કારણે તે જીવાને ચાર ગતિ રૂપ સંસારમાં વારંવાર જન્મ લેવા પડે છે, અને વારંવાર મરવુ પડે છે. જે ચારિત્રસ’પન્ન જીવે છે તેનુ સકામ મરણુ થાય છે. મૃત્યુના અવસરને તેઓ એક મહાન ઉત્સવ જેવા માને છે. એમને મરણુજન્ય દુઃખાના સ્હેજ પણ અનુભવ થતો નથી. મરણ આવે તે ભલે આવે. મને તેના ડર કે ચિંતા નથી. જીવવાની અભિલાષા નહિ ને મરણની ભીતિ નહિ. ચારિત્રવાન જીવા મારું' જલ્દી મરણ થાય તેવી ઈચ્છા કરતા નથી. સંયમી જીવાનુ` સકામ મરણુ જઘન્યની અપેક્ષાએ એક વખત અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત આઠ વાર થાય છે. જઘન્ય એક વખત સકામ મરણ થાય છે તે કેવળી ભગવડતાની અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ સાત આઠ વાર તે ભાવચારિત્ર અપેક્ષાએ.
“ રડતા જવું છે કે હસતા ? '' :-બંધુએ ! આપણે તે ટૂંકમાં એક જ વાત સમજવી છે કે જીવન જીવ્યાને સાર પૉંડિત-સકામ મરણુ છે. જ્ઞાની પુરૂષષ જન્મથી ડરે