________________
શારદા સુવાસ ' હે કેશસ્વામી! ભવસાગર તરવા માટે આ માનવશરીર એ સુંદર નૌકા છે. જીવ તે નૌકાને નાવિક છે અને ચતુર્ગતિરૂપ સંસાર એ મોટે ભયંકર સમુદ્ર છે. આ દેહ રૂપી નૌકામાં બેસીને ઘણું મહાનપુરૂષો આ સંસાર રૂપી સમુદ્રને તરી ગયા છે. બંધુઓ! આ દેહ રૂપી નૌકામાં બેસીને તમારે સાગર તરે છે ને? “હા. જે તમારે સંસાર સાગરથી તરવું હોય તે વ્રત-નિયમ, તપ વિગેરે ધર્મ ક્રિયાઓ થાય તેટલી કરે. આ માનવ દેહ દ્વારા જે ક્રિયાઓ થઈ શકશે તે બીજા દેહ દ્વારા નહિ થાય. સમ્યગદષ્ટિ દેને ગમે તેટલી ભાવના થાય તે પણ એક વ્રત પચ્ચખાણ ન કરી શકે. માટે આ જે સુંદર : માનવભવ મળે છે તેમાં આત્મસાધના કરી લે ને ભવસાગરને તરી જાવ. • આપણુ આત્માને પવિત્ર ને નિર્મળ બનાવનાર વીતરાગ પ્રભુની વાણી છે. ભગવાનની અંતિમવાણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે. તેના છત્રીસ અધ્યયને છે. તેમાંથી આપણે બાવીસમું અધ્યયન લેવું છે. તેમાં તેમનાથ ભગવાન અને રાજેમતીને અધિકાર છે. તેમાંથી આપણને ઘણે બે મળશે પણ એ અધિકાર વાંચતાં પહેલાં આગળના અધ્યયનમાં શું વાત આવે છે તેનું આપણે ટૂંકમાં અવલોકન કરી લેવું જોઈએ.
પ્રથમ અધ્યયનમાં વિનયની વાત આવે છે. બીજા અધ્યયનમાં પરિવહની વાત આવે છે. એમાં પણ ભગવાને કે સુંદર કમ ગોઠવ્યું છે. ભગવાન કહે છે તે મારા સાધક ! જે તારામાં વિનય હશે તે જ તું પરિષહ આવશે ત્યારે તારી સાધનામાં સ્થિર રહી શકશે. વિનયની વાત આપણે કરી ગયા. હવે પરિવહની વાત કરીએ. સાધુના ૨૨ પરિષહ બતાવ્યા છે. પરિષહ એટલે અનેક પ્રકારથી સહેવું તેનું નામ પરિષહ છે. સૌથી પહેલો પરિષહ સુધાને છે. સાધુને ભૂખ લાગે એટલે ગૌચરી તે જવું પડે. એ ગૌચરી લેવા માટે જઈએ ત્યારે કેવા કેવા પરિષહ સહન કરવા પડે છે. અહીં તે તમે અમને ખમ્મા ખમ્મા કરે છે. તમારે ઘેર ગૌચરી આવ્યાને ત્રણ ચાર દિવસ ન થાય ત્યાં તમે કહેશે કે મહાસતીજી!. અમારે ત્યાં પધારજે, અમને લાભ આપજે, તમારે ત્યાં ગૌચરી આવીએ ત્યારે ભાવથી તમારા ઘરમાં જે ચીજ હોય તે સંતને વહેરાવે છે પણ જ્યાં જેનેનાં ઘર ન હોય તેવા ગામડામાં ગૌચરી જઈએ ત્યારે આક્રોશ વચનેના પરિષહ સહન કરવા પડે છે. બિચારા અજ્ઞાન માણસ એમ બેલે છે કે તમે મેઢા બાંધ્યા છે તે ભેગું પેટ પણ બાંધી દેવું હતું કે કોઈ એમ કહે છે મુંડકી ! તારે માટે કમાયા નથી કે તને આપીએ. આવી રીતે કઈ અપમાન કરે, કેઈ આહારપાણી આપે ને કેઈ ન આપે, ત્યારે ભગવાને સંમીને કહે છે કે હે સાધક! ગૌચરીમાં લાભાંતરાય કર્મના ઉદયથી ભિક્ષા ન મળે તે સાધકે અલાભ પરિષહ જીત ઈએ. તે માટે ભગવાન બેલ્યા છે –
परेसु घासमेसेज्जा, भोयणे परिनिहिए। लढे पिंडे अलदे वा, नाणुतप्पेज पंडिए ॥ ३०॥