________________
શારદા સુવાસ • અત્યની ગાડી આવી રહી છે, સિગ્નલ અપાઈ ગયું છે, ઘંટ વાગી ગે છે. જીવન રૂપી ધરતીમાં એના આગમનના ધબકારા વાગી રહ્યા છે. એ અતિ વેગથી આવી રહી છે. એમ જ લાગે છે કે પળ બે પળમાં જ એ ગાડી આવશે અને ઉપડી જશે, આપણે લાખ પ્રયત્ન કરીશું તે પણ એ વધારે વાર રેકાવાની નથી. એને સમય થશે એટલે એ ચાલવા માંડશે.
બંધુઓ! આ જ ગાડીમાં સી કેઈને એક દિવસ ગયા વિના છૂટકે નથી. તે પછી એ ગાડી આવતાં પહેલાં સજજ થઈને શા માટે ન રહેવું ? જેમણે ગાડી આવતાં પહેલાં પિતાની બધી તૈયારીઓ કરી લીધી છે તેમને આકુળવ્યાકુળ થવું પડતું નથી. એ તે
એમ સમજે છે કે હું તે સંસારભૂમિને એક યાત્રી છું. આ માનવ ભવ રૂપી સ્ટેશનમાં બ્રિડાં સમય માટે વિસામે લેવા આવ્યો છું. તેમાં આટલા બધા પુદ્ગલના-પરિગ્રહના પથારા શા? અને આ પથારા માટે બધા મુસાફરે સાથે ઝઘડા ને કલેશ શા માટે કરવા જોઈએ? આ સ્થાન તારુ ને આ સ્થાન મારું, તારી પાસે સાવ ઓછો (પરિગ્રહ) સામાન અને મારી પાસે આટલે બધે સામાન–એને આટલે બધે ગર્વ શા માટે કરે? જેમ બે એ છે હશે તેમ મુસાફરી સુગમ થશે. વધારે સામાનવાળાને વધારે ચિંતા અને ઓછા સામાનવાળાને ઓછી ચિંતા રહેશે.
: પરિગ્રહના પિતા એ તે પાપના પોટલા છે. તે પછી જગ્યા અને હક્ક માટે ગમે તેટલે કલેશ કરશે તે પણ થોડા સમયમાં આ મુસાફરખાનું છેડીને જવાનું છે. અહીંથી છૂટા પડ્યા પછી કઈ કયાં ને કેઈ કયાં ચાલ્યા જશે. સાથે શું લઈ જવાનું છે? આવું સમજીને દરેક જીવે સાથે મૈત્રીભર્યા સંબંધ બાંધે. મૃત્યુની ગાડી એક દિવસ ઓચિંતી આવી જશે ત્યારે સામાન બાંધવાને, સગાં-નેહીઓને અને મિત્રોને મળવાનો અને શાંતિભરી વિદાય લેવાને સમય કયાંથી મળશે? તેના કરતાં અગાઉથી જ બધી તૈયારી કરી લઇએ તે ગમે ત્યારે ગાડી આવે તે હસતા મુખડે તેમાં બેસીને આ ફાની દુનિયામાંથી વિદાય લઈએ. જતી વખતે હસતા હસતા કોણ જાય? જેમણે પિતાની જીવનસાધના સાધી લીધી છે, ઝુંપડી છેડીને મહેલમાં જવાનું છે તે હસતા હસતા જ જાય ને? તમે ચાલીના રૂમમાંથી નીકળીને બ્લોકમાં રહેવા જાઓ તે આનંદ થાય ને? તેમ આ મૃત્યુલેમાંથી નીકળી એકાવતારી બનવાનું થાય તે આનંદ જ થાય ને? એમને મરણને ડર લાગે ખરો ? મૃત્યુને ડર કોને લાગે?
મૃત્યુની ભીતિ દિલમાં કેને લાગે? જીવનભર અંધારાને જે ના ત્યાગે, - અજ્ઞાની શું જાણે કર્મોના મહિમાને, મૃત્યુ આવે ત્યાં ફફડાટી જાગે, જમે
એને મરવાનું છે જેને સમજાય, એવા જ્ઞાનીને તેં મીઠું લાગે મોત-જેણે