________________
૮
શારદા સુવાસ રહીને ન થાય? જ્ઞાની પુરૂષ કહે છે કે વગર વહેપારે લેટરી લાગી જાય ને કમાય તેવા દાખલા છે, પણ એવા કેટલા? મોટા ભાગે તે ધનવાન પેઢીવાળા જ છે ને ? એ રીતે દીક્ષા લીધા વગર કેવળજ્ઞાન પામ્યાના દાખલા છે પણ તેને રાજમાર્ગ તે દીક્ષા જ છે. શ્રાવક શ્રાવક્ષણમાં મરે તે વધુમાં વધુ બારમા દેવલેક સુધી જાય પણ મુક્તિ તે સાધુપણાથી જ મળે. કદાચ પૂર્વની આરાધનાના બળે ગૃહસ્થપણામાં ભાવચરિત્ર આવી જાય તે કેવળજ્ઞાન થઈ જાય પણ પછી જે આયુષ્ય બાકી હોય તે એ પણ દીક્ષા લે જ. તે હવે તમે વિચાર કરે કે કેવળજ્ઞાની પણ સંસારથી બહાર નીકળી જાય છે ને? તે તમારે સંસાર છોડી દીક્ષા લીધા વિના ચાલે ખરું ?
બંધુઓ ! સાધુપણું લે કે તપ-જપ આદિ બીજી કઈ પણ ક્રિયા કરે પણ તેમાં ધ્યેય તે મેક્ષનું કહેવું જોઈએ. દયેય વિના ધર્મક્રિયા ધર્મ રૂપે ન થાય. આજની ધર્મક્રિયા માટે ભાગે ગાડરીઆ પ્રવાહ જેવી બની ગઈ છે. સાચે થેય દેખાવે દુર્લભ છે.
જ્યારે ધ્યેયપૂર્વક ધર્મક્રિયા થશે ત્યારે અલૌકિક આનંદ આવશે પણ ધર્મથી દુઃખ નહિ થાય. માતાને પિતાના દીકરા ઉપર કદાચ ગુસ્સો આવે ને થપ્પડ મારે પણ પછી માતાની આંખમાં આંસુ આવી જાય છે. કારણ કે માતાને દીકરા પ્રત્યે દુશમનાવટ નથી પણ પ્રેમ છે. આ રીતે ધમષ્ઠ માણસને સગા સ્નેહી દીક્ષા લેવા તૈયાર થાય તે મોહથી ધમક પુરૂષ રડે, એને સંસારમાં રોકાવાનું કહે પણ અંતરમાં તે આનંદ જ હોય, કારણ કે હદયમાં તે ધર્મને રંગ છે.
બંધુઓ! તમને આ મહાન ધર્મ અને ધર્મગુરૂઓ મળવા છતાં જો તેના પ્રત્યે મારાપણું નહિ આવે, તેના ઉપર શ્રદ્ધા નહિ થાય તે કયાં થશે ? જીવને શરીર પ્રત્યે કેટલે રાગ છે? એટલે રાગ અને એટલું મારાપણું જે ધર્મમાં થાય તે કલ્યાણ થઈ જાય. આ માનવ શરીર એ ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશીસ્વામી અને ગૌતમસ્વામીને સંવાદ છે. વાત એમ છે કે કેશીસ્વામી પાર્શ્વનાથ ભગવાનને શિષ્ય હતા અને ગૌતમ સ્વામી મહાવીર ભગવાનના શિષ્ય હતા. પહેલા અને છેલ્લા તીર્થકરના વારામાં પાંચ મહાવત હોય છે ને વચલા બાવીસ તીર્થકરના વારામાં ચાર મહાવત હોય છે. એક વખત શ્રાવસ્તી નગરીમાં કેદસ્વામી અને ગૌતમસ્વામીનું આગમન થયું. કેશી સ્વામી તિંદુક નામના ઉદ્યાનમાં ઉતર્યા, અને ગૌતમસ્વામી કેષ્ટક નામના ઉધાનમાં ઉતર્યા. શ્રાવતી નગરીની જનતા તેમના દર્શન અને ધર્મકથા સાંભળવા ઉમટી પડી. આ સમયે કશીસ્વામી ચાર મહાવતને અને ગૌતમસ્વામી પાંચ મહાવતને ઉપદેશ આપતા હતા. આ સાંભળી શ્રાવસ્તી નગરીની જનતાના મનમાં સંદેહ ત્પન થયે કે
“ત્રિો વા રૂમો ઘો, રુમો ધો વા રિો .”