________________
શારદા સુવાસ ગની મંઝાઈશ નહિ. તે તે રાજ્યની ઈચ્છા કરી જ નથી પણ તારા પુણ્યનો સિતારે ‘ચમક્યો છે. તું રાજ્ય જરૂર સંભાળી શકીશ. તું એક કામ કર, કુંભારની પાસે એક એ માટીને હાથી બનાવડાવ. પછી તું એના પર સ્વારી કરજે એટલે હાથી ચાલવા માંડશે. એ જોઈને સૌ તારી આગળ આવીને નમી પડશે ને બધું વ્યવસ્થિત થઈ જશે. ‘તારી કીર્તિ દશે દિશામાં ફેલાશે પણ તું એટલું ધ્યાનમાં રાખજે કે આ રાજમાં તું ઉન્મત્ત ન બનીશ, ને ધર્મારાધના ભૂલીશ નહિ. એટલું કહીને દેવ ચાલ્યા ગયે. * “ ગુણસેનના પુણોદયે થયેલો ચમત્કાર”: ગુણસેન દેવની સૂચન પ્રમાણે કુંભારને તેમજ શિલ્પીઓને બેલાવીને મેટો માટીને હાથી બનાવડાવ્યું પછી એના ઉપર અંબાડી મૂકાવીને પોતે બેઠે ને માવતને કહ્યું-હાથી ચલાવ. માવત વિચાર કરવા લાગ્યું કે માટીને હાથી કંઈ છેડે ચાલે! એને કયાં ખબર છે કે આને દેવની સહાય છે.
જ્યાં માવતે હાં એટલે હાથી ચાલવા લાગે. લેકે વિચારમાં પડયા કે આ શું? માટીને હાથી જીવતા હાથીની જેમ ચાલે છે. આ તે કઈ ચમત્કાર લાગે છે. માટીના હાથીને ચાલતે જોઈને લેકે સ્તબ્ધ બની ગયા ને બેલવા લાગ્યા કે આમ તે માટીના હાથી ચાલે નહિ પણ નક્કી આ રાજાને કઈ દેવની સહાય લાગે છે. એમ માની મહારાજા ગુણસેનને જય હે......વિજય હોય એમ જયજયકાર બોલાવવા લાગ્યા. આખા નગરમાં જયજયકારને ધ્વનિ ગુંજી ઊઠયે. એ સાંભળી પ્રધાન અને મંત્રીએ દેડતા આવ્યા. બીજા અમલદારે પણ આવી ગયા. દરેકનાં મનમાં થઈ ગયું કે આ કેઈ સામાન્ય પુરૂષ નથી. તેમને દેવની સહાય લાગે છે. આપણે તેમની આજ્ઞા માની નથી, એમને અવિનય કર્યો છે માટે સામે
જઈને માફી માંગી લઈએ. જેથી દેવ આપણને શિક્ષા ન કરે. - પ્રધાન, મંત્રી, અમલદારે બધાએ ગુણસેન રાજાના ચરણમાં પડીને માફી માંગી કે હે મહારાજાધિરાજ ! અમને ક્ષમા આપે. અમે આપને ઘોર અવિનય કર્યો છે. અમે આપની આજ્ઞા માની નથી એ અમારો માટે અપરાધ છે. અમે આપની પાસે ક્ષમા માંગીએ છીએ. અમને માફ કરે. ખરેખર, અમે આપને ઓળખ્યા નહિ એ અમારી કમનસીબી છે. આપને દૈવી સહાય છે છતાં આપે અમારા જેવા અધમ ગુનેગારને કંઈ સજા કરી નથી એ આપની ઉદારતા છે. મહાન ગંભીરતા છે. આપ હવે આજ્ઞા કરે. આ સેવકે આજ્ઞા ઉઠાવવા તૈયાર છે. બંધુઓ! ગુણસેન રાજાના પુણ્યબળે દૈવી સહાયથી તેનું રાજ્ય વ્યવસ્થિત બની ગયું. તે ખૂબ નીતિપૂર્વક અનાસકત ભાવે રાજ્ય ચલાવવા લાગે. ચારે તરફ તેની કીર્તિ પ્રસરી ગઈતે રાજ્યમાં રહેવા છતાં અલિપ્ત ભાવથી રહેવા લાગ્યા. રાજ્ય મળ્યું પણ ભગવાનને ભૂલે નહિ. તમે પણ એવી રીતે સંસારમાં અનાસક્ત ભાવે રહે તે કલ્યાણ થઈ જાય. આજે માસી પાખીને દિવસ છે. ખૂબ આરાધનામાં જોડાશે. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે,