________________
શઠા સુવાસ
૩૫ આખા ગામમાં ફરી પણ કેઈના ઉપર કળશ ન ઢ. તે ફરતી ફરતી જ્યાં પેલે કરે જંગલમાં ગાયે ચરાવવા ગયે છે ત્યાં જઈને તેના ઉપર કળશ લેજો. રાજાના માણસે તેને ઉંચકીને હાથણી ઉપર બેસાડી દીધે ને જયજયકાર બેલા.
છોકરે કહે છે ભાઈ! આ બધું શું? ત્યારે રાજાના માણસો કહે છે આજથી તમે અમારા રાજા બન્યા. જાતે તે તમે ક્ષત્રિય જ છે, તે હવે આ રાજગાદી ઉપર બેસી ક્ષાત્રતેજ ઝળકાવે. આ કહે છે મારે વળી રાજ્ય કેવું? હું તો એક શેઠને નેકર છું. ભાઈ! હવે નેકર નહિ પણ રાજા છે. એમ કહીને તેને વાજતે ગાજતે શહેરમાં લઈ ગયા. તાત્કાલિક રાજાએ પિતાની પુત્રી તેની સાથે પરણાવી દીધી અને રાજ્યાભિષેક કર્યો. છોકરાનું નામ ગુણસેન હતું. એટલે તે ગુણસેન મહારાજા બન્ય. એને ગાદી સેંપીને રાજાએ દીક્ષા લીધી. રાજાને હૈયે ઠંડક વળી કે હાશ, હવે મારું કાર્ય સિદ્ધ થયું. તમે દીકરા-દીકરીને પરણુ, ધંધે વિકસાવે, બે ગાડી આંગણુમાં ઉભી રાખે, બૈરા અને છોકરાના નામના વીલ કરી લે પછી કહો ને કે હાશ.... હવે મારા કાળજામાં ઠંડક વળી. (હસાહસ) યાદ દાખજો. આ ઠંડક નથી પણ કર્મ રૂપી ભઠ્ઠામાં શેકાવાનું કામ છે. જ્યારે આત્માનું કાજ સુધરે ત્યારે જ ઠંડક વળી કહેવાય.
ગુસેન રાજાની મૂંઝવણ” :- અહીં ગુણસેન રાજા તે બની ગયે પણ વાત એમ બની કે કોઈ પ્રધાન કે મંત્રી એની પાસે આવતા નથી. ગુણસેન પ્રધાનને અને મંત્રીઓને બોલાવવા માણસ મોકલે છે પણ કોઈ તેની પાસે આવતા નથી. સૌ મનમાં એમ વિચાર કરવા લાગ્યા કે એ તે ગઈ કાલને ઢોર ચરાવનાર નેકર ને આજે એ રાજા બની ગયે! શું એની તાબેદારી આપણે ઉઠાવીએ? આપણે નથી જવું. કુમાર મૂંઝાય કે પ્રધાન વિના સલાહ સૂચન મને કણ આપે? મારે રાજ્ય કેવી રીતે ચલાવવું ? બધા ન આવે તે કાંઈ નહિ. એકાદ પ્રધાન આવે તેય હું ચલાવી લઉં પણ કેઈ આવતું જ નથી. શું કરવું? એને તે રાજ્ય જોઈતું જ ન હતું પણ કુદરતે પેગ બની ગયે. હવે શું કરવું તેની ચિંતા કરવા લાગ્યું. ખૂબ વિચારને અંતે તેના મનમાં થયું કે પ્રધાન કે મંત્રી કેઈ ન આવે કાંઈ નહિ. મારા શેઠ વણિક છે ને બુદ્ધિશાળી છે. એમને જ બેલાવી લઉં. એ મને સલાહ આપશે. હું તેમને જ મુખ્ય મંત્રી બનાવી દઉં. આમ વિચાર કરીને શેઠને બેલાવવા માણસ મોકલ્યા.
“શેઠના મનમાં આવેલું અભિમાન” : બંધુઓ! આ શેઠના મનમાં પણ અભિમાન આવી ગયું કે એ ગઈ કાલને મારે નેકર આજે રાજા બનીને બેઠે છે. એ મને હુકમ કરે ને હું હુકમ ઉઠાવું! એ નહિ બને. શેઠ ધર્મિષ્ટ હતા પણ અભિમાન નવું. ગુણસેનના કર્મની કઠણાઈ છે. શેઠ પણ ન આવ્યા. ગુણસેનની મૂંઝવણને પાર ન રહ્યો. તે એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરતા કહે છે હે ભગવાન! હું નેકર જ સારે હતે. આ લપ મને ક્યાં વળગાડી ! હવે હું શું કરું ? આ સમયે પેલે દેવ આવીને કહે છે