________________
શારદા સવાસ
વ્યાખ્યાન નં. ૫ અષાઢ વદ ૧ ને ગુરૂવાર
તા. ૨૦-૭-૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત જ્ઞાની, અધમ ઉદ્ધારક પતિતપાવન તીર્થકર ભગવંતે જગતના ના ઉદ્ધાર માટે ફરમાવી ગયા કે હે ભવ્ય છે! તમને અબજોની સંપત્તિ આપતાં પણ ન મળે તે કિંમતી અને સમજણવાળે માનવભવ મળે છે તે જીવન ઉત્તમ જીવી જાઓ. કિંમત કેની અંકાય છે તે તમે જાણે છે? પહાડમાં આરસના પથ્થર તે ઘણું હોય છે પણ તે પથ્થર મજુરના હાથમાં હોય તે તેના માંડ સે બસે રૂપિયા ઉપજે, પણ જો એ પથ્થર શિલ્પીને હાથમાં જાય તે હજારોની કિંમતથી અમૂલ્ય બની જાય છે. કારણ કે એની પાસે ઘડતરની કલા છે, તેવી જ રીતે
આ માનવ જીવનનું પણ એવું જ છે. માનવજીવન મળ્યું છે સહુને પણ જે એનું ઘડતર કરી જાણે છે એ જ એની કિંમત આંકી શકે છે.'
તમે ધારે તે તમારા જનના શિલ્પી બનીને જીવનનું ઘડતર કરી શકે છે. ઘડતર વિનાનું જીવન નડતર જેવું છે. ધન કમાવું, સત્તા મેળવવી, વિષય વિલાસમાં ખૂચેલા રહેવું તે કંઈ માનવ જીવનનું ઘડતર નથી પણ જીવનમાં સત્ય, નીતિ, સદાચાર, તપ-ત્યાગ અને સંયમ આદિથી ભાવવું તેનું નામ ઘડતર છે. આ તમને એક એવી ઉમદા તક મળી છે કે તમે ધારે તે ભવસાગરને પાર કરીને મોક્ષ મંઝીલે પહોંચી શકો. પણ એ બને જ્યારે તમને એવી ચોટ લાગવી જોઈએ કે આ સંસારમાં રહેવા જેવું નથી. કદાચ કર્મોદયે રહેવું પડે પણ ગમવું ન જોઈએ. સંસારમાં રહેવું અને રમવું એ બંને અલગ વાત છે. સંસારના સુખ મેળવવા, એમાં આનંદ માનવે ને એમાં મસ્ત બનવું તેનું નામ રમવું અને જેને રહેવાની બિલકુલ ઈચ્છા નથી, સંસારના રંગરાગ ઉપર જેને બિલકુલ રૂચી નથી છતાં અનિચ્છાએ રહેવું પડે છે તેનું નામ રહેવું. જેમ કે રેગ આવ્યે ને દવા પીવી પડી તે પીવે છે પણ કઈ હોંશથી પીવે છે ખરા? મીઠી સાકર જેવી દવા હેય પણ એને સાકર નહિ કહેવાય. દવા જ કહેવાશે, અને એ પરાણે જ પીવાશે. નેકરને શેઠની ગુલામી કરવી ગમતી નથી. ન છૂટકે જ નેકરી કરે છે, તેમ જ્ઞાનીને સંસારમાં રહેવું ગમતું જ નથી, ન છૂટકે જ રહે છે. જ્ઞાનીને મન સંસાર ભંગાર જેવું લાગે છે. પણ તમને કેવું લાગે છે? બેલ ધીરૂભાઈ ! તમને બધાને સંસાર ભંગાર જ નહિ પણ કંસાર જે મીઠા લાગે છે ને ? (હસાહસ) ત્યારે તમને એમ લાગશે કે સાધુપણામાં જ સુખ છે ને સાધુપણું લેવા જેવું છે ત્યારે સંસાર: સંગાર જેવું લાગશે. | મુક્તિ સાધુપણથી જ મળે અને સંપૂર્ણ ધર્મ સાધુપણામાં જ છે. આજે ઘણાં એમ પ્રશ્ન કરે છે કે શું સાધુપણું લઈ એ તે જ કલ્યાણ થાય! સંસારમાં