________________
શાર સુવાસ કડક વચને રૂપી તમાચા મારે અને વીતરાગ વાણીનું પાણી છાંટે તે પણ નશે ઉતરતે નથી. કેમ સાચું છે ને? મેહનીય કર્મનું બળ ઘણું છે.
દેવાનુપ્રિયે ! ભગવંત કહે છે કે હે ભાગ્યવાન ! જે તમારે સાચું સુખ જોઈતું હેય ને મેક્ષ દરવાજે પહોંચવું હોય તે આ સંસાર રૂપી જનનીને છોડીને અષ્ટ પ્રવચન માતાનું શરણ સ્વીકાર. લેભ રૂપી પિતાને સાથ છોડીને નિર્લોભરૂપી પિતાના પગલે ચાલ. મોહરૂપ ભ્રાતાને છોડીને ત્યાગરૂપ ભ્રાતાના સ્નેહપાશમાં બંધાઈ જા. મમતારૂપ ભગિનીને સાથ છોડી સમતા ભગિનીને સાથે સ્વીકાર. માયા સાહેલીને સાથે છેડીને સદ્બુદ્ધિરૂપી સાહેલીને સત્સંગ કર. તે ભવમાં ભૂલેલું, મેહમાં મૂંઝાતું, પાપથી પીડાતું, કમેથી કચડાતું ને અજ્ઞાનથી અથડાતું આત્મારૂપી પંખી સંસાર રૂપ પિંજરામાંથી મુક્ત થશે. જ્ઞાની પુરૂષો આપણને માર્ગ બતાવે પણ પુરૂષાર્થે તે પોતાને જ કરવો પડશે પુરૂષાર્થ વિના સિદ્ધિ નથી. આવા સુંદર સાધનો અને અનુકૂળ સમય મળવા છતાં જે જીવ પ્રમાદમાં જ પડયે રહેશે તે શું બંધન તૂટશે? (શ્રેતામાંથી અવાજ -નહિ તૂટે.) તમે સાચું કહે છે ને તે પછી શા માટે બેસી રહ્યા છે ? પુરૂષાર્થ કરવા માંડે. મેક્ષને ભાગ બહુ કઠણ છે. એમ કહીને જે લમણે હાથ દઈને બેસી રહેશે તે આ સંસારરૂપી પિંજરમાંથી-મેહરાજાની કેદમાંથી આત્માને કદી છૂટકારે નહિ થાય.
| હિમાલયના શિખરને સર કરવા જતાં કંઈક માનવીએ મરણને શરણ થયા, છતાં પણ કંઈક માનવી શિખરને સર કરવા જાય છે. વિમાનમાં અનેક અકસ્માત સર્જાય છે છતાં વિમાને તે ઉડતા જ રહ્યા છે. વૈજ્ઞાનિક શોધખેળ પાછળ અનેક વૈજ્ઞાનિક સળગી ગયા તે પણ તેમણે સાહસ ન છેડયું. દિવસે દિવસે નવું સર્જન કરતાં અનેક ચાલ્યા ગયા છતાં નવસર્જન અને સંશોધન ચાલુ જ રહ્યા છે. સંસારમાં ભૌતિક સુખની પ્રાપ્તિ માટે પણ જો માનવી આટલું કપરુ સાહસ ખેડે છે, સતત પુરુષાર્થ ચાલુ રાખે છે તે પછી અવ્યાબાધ અને અનંત સુખના સ્થાન માટે અનંત શક્તિને વામી શું વીર્ય ન ફેરવી શકે? પરમ તારક પરમાત્માનું, પરમ ગુરૂદેવ અને પરમ ધર્મનું આલંબન મળ્યું છે, સાધના કરવાનું સ્થાન માનવભવ મળ્યો છે તે પછી શા માટે મુંઝાય છે? મૂંઝવણના ધુમ્મસ ઉપર પરમ પુરૂષાર્થની ધૂણી ધખાવી, ચેતનની જોત જગાવી દે તે ફર્મને મેલ બળીને સાફ થઈ જશે ને આત્મા ઉજજવળ બની જશે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર શરૂ કરે છે. તે પહેલા આપણે આગળ અધ્યયનમાં ભગવંત શું હિત શિખામણ આપી ગયા છે તેમાં જરા દષ્ટિ કરી લઈએ. પ્રથમ ત્રણ અધ્યયનની વાત કરી ગયા. ત્રીજા અધ્યયનમાં ચાર અંગની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. એ ચાર વસ્તુઓ પ્રાપ્ત થયા પછી મનુષ્ય પ્રમાદ કરવો જોઈએ