________________
શારદા સુવાસ
વ્યાખ્યાન ન. ૬ અષાડ વદ ૨ ને શુક્રવાર
તા, ૨૧-૭-૭૮ દુર્ગતિના દ્વાર ખેલનાર પરિગ્રહની મૂછ” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે આ ચતુતિ સંસારમાં રીબાતા પ્રાણીઓના ઉદ્ધાર માટે માર્ગદર્શન આપતાં કહે છે કે હે પુણ્યવાન આત્માઓ! તમારી શક્તિ અગાધ છે. તમે અકથ્ય શક્તિના પૂંજ છે. અનંત જ્ઞાનદર્શન ચારિત્રના ધણી છે. એ રત્નત્રયીના શણગારને છેડીને સુવર્ણાબૂષણે પાછળ શા માટે દેટ લગાવી રહ્યા છે? વીતરાગ પ્રભુની વૈરાગ્ય રૂપ વીણાના તારને છેડીને વિષય રૂપ વાંસળીના નાદે શા માટે નાચી રહ્યા છે? સંતેષના ભેજન આરેગવાને બદલે દુતિમાં ધકેલનાર એવા ષટ્રસ ભેજનમાં કેમ લુબ્ધ બન્યા છે ત્યાગના તંબુરાને છેડીને તૃષ્ણાના તરંગમાં શા માટે લેભાઓ છે? પ્રભુના પ્રેમનું પ્રભાત મૂકીને રાગદ્વેષની અંધારી રાતલડીમાં શા માટે આથડી રહ્યા છે?
ઘોર જંગલમાં જતા શાહુકારને જેમ અનેક ચેર ઘેરાઈ વળીને તેને લૂંટી લે છે તેમ આત્માની પાછળ પણ મેહ, માન, મત્સર આદિ અનેક લૂંટારાએ પડેલા છે. આ ચેર જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય ખજાનાને લૂંટી રહ્યા છે. તેનાથી સાવધાન બનીને ખજાનાનું રક્ષણ કરે. બીજા બધા લૂંટારા કરતાં મહ લૂંટાર મહાન બળવાન છે. એને પકડવે મહામુશ્કેલ છે. જે એ એક પકડાઈ જાય તે બીજા બધાને તે સહેલાઈથી પકડી શકાય છે. દશાશ્રુતસ્કંધમાં કહ્યું છે કે
" जहा मत्थए सूईए, हताए हम्मइ तले ।
एवं कम्माणि इम्मंति, मोहणिज्जे खयंगए ॥" જેવી રીતે તાલવૃક્ષના મસ્તક ઉપર તેની મુખ્ય ધોરી નસમાં સોય ખેસવાથી તે તાલવૃક્ષ સંપૂર્ણ નષ્ટ થાય છે તેવી રીતે એક મેહનીય કર્મને નાશ થવાથી બાકી રહેલા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે ઘાતી કર્મો નષ્ટ થઈ જાય છે. મેહનીય કર્મને નશે ભયંકર છે. આ સંસારમાં મોટા ભાગના મનુષ્યને મોહ મદિશને નશે ચલે છે. જેને દારૂડિયા માણસને કેઈ જાતનું ભાન રહેતું નથી. કેઈ દારૂ માણસ સારામાં સારું શુટ અને બૂટ પહેરીને તૈયાર થઈને બહાર નીકળે. પછી દારૂને નશો ચઢ. તે શું થાય? કાદવ ને કીચડ હેય, કચરા પેટી હોય કે વિષ્ટા હોય–ગમે ત્યાં પડે છે, જેમ આવે તેમ બને છે. એને કઈ જાતનું ભાન રહેતું નથી. બોલે, દારૂનું વ્યસન તેને હાથે કરીને ગડે કરે છે ને? છતાં દારૂડિયાને તમારો મારે કે પાણી છાંટે તે તે ઠેકાણે આવશે પણ જેને મિહનીય કર્મને ભયંકર નશે ચઢયે છે તેને મહાન પુરૂ ગમે તેટલા