________________
શારદ સુવર્સ | ગૌચરીના જ્ઞાતા મુનિ ગૌચરી માટે કોઈ ગ્રહસ્થના ઘેર જાય એ સમયે શેડો આહાર મળે અથવા બિલકુલ ન મળે તે, “હું ભાગ્યહીન છું. મને ગૌચરી ન મળી” એ રીતે સંતાપ ન કરે. ગૌચરી માટે ગૌચરીના સમયે જ નીકળે.
જ્ઞાની કહે છે કે સાધુ ગોચરી જાય અને આહાર ન મળે તે સાધક પિતાના આત્માને કલુષિત ન કરે અને તેના ઉપર ગુસ્સે ન કરે, પણ એ વિચાર કરે કે “અવાજું ન
મામો' આજે મને ગૌચરીને લાભ થયે નથી, મારી અંતરાય છે. જે સાધુ આ પ્રકારની વિચારધારાથી યુક્ત છે તેને ભિક્ષાને લાભ ન મળે તે પણ મનમાં ખે થ નથી. તે મુનિ અલાભ પરિષહને વિજેતા બને છે.
કૃષ્ણવાસુદેવના પુત્ર ઢંઢણકુમારે શ્રી નેમિનાથ ભગવાનની વાણી સાંભળી દીક્ષા લીધી. ત્રિખંડ અધિપતિ કુવાસુદેવના પુત્ર અને બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના શિષ્ય હોવા છતાં તે વિશાળ દ્વારકા નગરીમાં મોટા મોટા શેઠ, શાહુકારે તથા ગરીબ આદિના ઘરમાં ગૌચરી જવા છતાં લાભાંતરાય કર્મના ઉદયથી નિર્દોષ ગૌચરી મળતી ન હતી. આથી તેમનું શરીર ઘસાવા લાગ્યું. એક દિવસ તેમણે તેમનાથ ભગવાન પાસે જઈ વંદન નમસ્કાર કરી ભગવાનને પૂછયું. અહે પ્રભુ! હું પ્રતિદિન ગૌચરી માટે જાઉં છું, છતાં ક્યાં કર્મના ઉદયે મને પ્રાસુક આહારને લાભ મળતું નથી ? ભગવાને કહ્યું- હે દ્રઢ મુનિ! તું આ ભવથી પહેલાં નવાણ લાખ નવ્વાણું હજાર નવસે નવાણુમાં ૯ ૯૯ ભવમાં વિંધ્યાચળ પ્રદેશમાં સૌવીર નામને ગરીબ ખેડૂત હતે. કુટુંબ મોટું હોવાના કારણે તેને પરિવારના પાલનપષણની ચિંતા રાત દિવસ રહેતી હતી. આ ચિંતાના કારણે તારું શરીર ક્ષીણ થવા લાગ્યું.
વિંધ્યાચળ પ્રદેશના ગિરિસેન રાજાએ વારા પાડીને ૫૦૦ હળ જોડવા માટે પાંચ ખેડૂતને નિયુક્ત કરી રાખ્યા હતા. આ વારામાં સૌવીર ખેડૂત એ તું તારા વારાના દિવસે ખેતરમાં બળદ લઈ જઈને હળ તૈયારી કરી તે ખેડવાનું શરૂ કર્યું. ખેતર ખેડતા ખેડતા બળદ થાકી ગયા ને વચમાં વચમાં ઊભા રહેવા લાગ્યા. ઉનાળાની સખ્ત ગરમી, અને થાક ખૂબ લાગે તેથી બળદ ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયા, ત્યારે તે બળદ ભૂખ તરસ મટાડવા અને હળથી મુક્ત થવા તારા સામું જોતા હતા, પણ તે સહેજ પણ ધ્યાન ન આપ્યું અને તેમને દૂસરીએથી છોડયા નહિ. એટલું જ નહિ પણું ઉપરથી એક ચાસ વધારે ખેડા. આથી એ ભવમાં તેં જોરદાર અંતરાય કર્મ બાંધ્યું, અને તે કર્મ તને આટલા ભવે ઉદયમાં આવ્યું.
ભગવાન નેમનાથના મુખેથી પોતાના પૂર્વભવની વાત સાંભળી ઢંઢણ મુનિએ આ અંતરાય કર્મને નાશ કરવા માટે ગાઢ વૈરાગ્યયુક્ત બની ખૂબ ઉત્સાહપૂર્વક એવો અભિગ્રહ ધારણ કર્યો કે, “મને મારી લબ્ધિને આહાર મળે તે કલ્પ અર્થાત્ બીજાના નિમિત્તથી