________________
*
*
* *
શાંશ સુથાર્સ ૨. પરંતુ આ માનવ ખેડૂત ભણેલ ગણેલે ને હોશિયાર હેવા છતાં પોતાના જીવનરૂપ ખેતર માટે એ કેટલે બેદરકાર રહે છે ! ભલે ને એનું જીવન ખેતર ખાલી અહે, એમાં ધર્મના બીજ ન વવાય, અધર્મના ઘાસથી આખું ખેતર છવાઈ જાય, એની એને પરવા જ ન હોય તેમ મસ્ત બનીને ફરે છે. એના ભાવિની એને ચિંતા થતી નથી. બંધુઓ ! ચાતુર્માસને કાળ એટલે જીવન રૂપી ખેતરને ધર્મારાધનાથી લીલુંછમ બનાવવાને કાળ. ખેતરમાં ઉગેલું નકામું ઘાસ સાફ કરી નાંખવામાં આવે, ખેતરને ખેડવામાં આવે, પછી તેમાં અનાજના બી વવાય અને ઉપરથી મેઘરાજાની મહેરબાની થાય ત્યારે તેમાં અનાજ ઉગે છે. આવી જ રીતે જીવન રૂપી ખેતરમાં રાત્રીજન, કંદમૂળ આદિ અભક્ષ્ય ભક્ષણ, તથા ચારે કષાય આદિ મહાપાપના ઘાસ ઉગ્યા હોય તેને ઉખેડીને ફેંકી દેવામાં ન આવે ત્યાં સુધી એ ધરતી ઉપર વાવેલા દાન, શીયળ, તપ, ભાવનાના બીજ જીવન ખેતરને હર્યું ભર્યું ન બનાવી શકે. - ચાતુર્માસના દિવસોમાં તમારું એ કર્તવ્ય છે કે રાત્રિભૂજન, નાટક, સિનેમા, કંદમૂળ વિગેરે પાપને ત્યાગ કરી માનવજીવનની હરિયાળી ધરતી ઉપર દાન રૂપી ધર્મના બીજ વાવવા જોઈએ. માનવ પાસે જે ધન હોય છતાં દાનમાં ન વાપરે તે એનું ધન એ ધન નથી પણ કાંકરા છે, એમ સમજી કેથળીના મેઢા ખુલ્લા મૂકી દાનમાં ધનવે. સદ્વ્યય કરજે. ધર્મને પહેલે પાયે દાન છે. દાન પછી શીલ યથાશક્તિ સદાચાર અને બ્રહ્મચર્યમય જીવન જીવવું છે. જેને જીવનમાં સંયમ કે સદાચારની સૌરભ નથી એ મનુષ્યનું જીવન નહિ પણ પશુનું જીવન છે. માટે મારા ભાઈ એ ને બહેને! તમે બને તેટલું શીલધર્મનું પાલન કરજે. ધર્મને ત્રી જે પાયે છે તપ. ચાતુર્માસમાં પણ પર્યુષણ પર્વ એટલે માનવજીવનના કોડીયામાં તપ ધર્મની જવલંત જ્યોતિને જલાવવાના મહાન દિવસે છે. આજથી ચાતુર્માસના મંગલ દિવસની શરૂઆત થઈ છે. હવે પર્યુષણ પર્વ રૂમઝુમ કરતાં આવી જશે. નાના મોટા દરેકને અમારું આમંત્રણ છે કે દરેક પિતાની શક્તિ અનુસાર તપ ધર્મની આરાધના કરવા તત્પર બનજે. ધર્મને ચોથો પાયે છે ભાવ. ભાવ કોને કહેવાય? ભવથી છૂટવાની ઈચ્છાનું નામ ભાવ. ભાવ વિના દીધેલું દાન, પાળેલું - શીયળ, કરેલો તપ એ ધર્મ ન બની શકે. ભવથી છૂટવાની જેનામાં ભાવના જાગે તેને જન્મ સફળ બને.
દાન, શીયળ, તપ અને ભાવ એ બીજ છે. માનવ ખેડૂત છે. સાધુ સંતના મુખે - સાંભળવા મળતી વીતરાગ પ્રભુની વાણી એ વરસાદ છે, અને ચાતુમર્સ એ વાણીના દિવસો છે. આ વાણના દિવસેમાં પ્રમાદને ત્યાગ કરીને જાગૃત બનજો. આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનમાં નેમ-રાજુલને અધિકાર વાંચવે છે. તેમાં ઘણાં ભાવે ભરેલ છે. તેને જે આપણે હૃદયમાં ઉતારીશું તે અવશ્ય કલ્યાણ થશે. •