________________
શારદા સુવાસ
દેવાનુપ્રિયે! આત્મિક સુખ મેળવવા માટે મહાનપુરૂષએ કેટલું સહન કર્યું છે. આજે તે એનું અંશ પણ સહન કરી શક્તા નથી. દુઃખ સહન કરવું નથી ને સુખ મેળવવું છે તે કયાંથી બને ? સુખ જોઈએ તે દુઃખ સહન કરો. તમારે ત્યાં કે ઈ લેણદાર આવે તેને તમે પાછા કાઢે તે તે પાછા ફરીને આવવાનું છે. જેની પાસે પૈસા આપવાની શક્તિ છે તે દેશું પતાવીને મેકલે. જેથી કરીને તે પાછો ન આવે તેવી રીતે જે આપણામાં શક્તિ હોય તે દુઃખ વેઠીને કર્મના દેણા ચૂકવી દે તે ભવિષ્યમાં દુખ આવે નહિ, પણ આજે તે શક્તિ હોવા છતાં દુઃખ વેઠવું નથી અને સુખની સામગ્રી મળે તે જરૂર ન હોય તે પણ ઉપભેગ કરે છે. એટલું જ નહિ પણ પાપ કરીને ય ભૌતિક સુખની સામગ્રી મળતી હોય તે મેળવવી છે. આવી સ્થિતિમાં ધર્મ હૈયાને ક્યાંથી સ્પશી શકે? ને સુખ કયાંથી મળી શકે ?
જે તમારે સાચું સુખ જોઈતું હોય તે એ વિચાર કરો કે આ જગતના જડ પદાર્થો ઉપર રાગ કરવાનો મને જન્મસિદ્ધ હક નથી પણ તેના રાગના બંધનેની ગુલામીની જરુર તેડીને મોક્ષના સુખ મેળવવાને મને જન્મસિદ્ધ હકક છે. તે હક્કને સિદ્ધ કરવા આજથી ભૌતિક પદાર્થોમાં સુખ છે એવી ભ્રમણને ત્યાગ કરી સંસ રના તમામ સંબંધને ભૂલી જઈ સંયમની ભવ્ય આરાધનામાં જોડાઈ જવું જોઈએ, અને ત્યાં સુધી મોક્ષ સુખ ન મળે ત્યાં સુધી તેના માટે ગમે તેવી મોહની આંધી આવે, ગમે તેટલી આફત આવે તે પણ હું ચલિત નહિ થાઉં. આ વિચાર કર્યા પછી તેમાં શ્રદ્ધા કરીને દઢ બનશે. પછી જીવનની મઝા ને આનંદ અલૌકિક હશે. પણ જેને આત્મિક સુખ શું છે તેને વિચાર સરખે નથી આવતે તેવા છે ભૌતિક સુખમાં સાચા સુખની કલ્પના કરી આંધળી દેટ લગાવ્યા કરવાના. દેડીદોડીને થાકી જશે પણ સુખ નહિ મળે. છેવટે વિષયસુખના કીડા બનીને જિંદગી પૂરી કરવાના.
તમને પૂછું છું કે તમારો રજને કાર્યક્રમ શું છે? સવારમાં ઉઠીને સૌથી પ્રથમ તમે શું કરે છે? બેલે તો ખરા! તમે જવાબ નહિ આપ પણ હું બધું જાણું છું. દિવસના ચાર પ્રહર છે તેમાં તમે શું કરે છે? “પહેલા પ્રહરે ચા પાણું, બીજે પ્રહરે માલપાણી, ત્રીજે પ્રહરે સેડ તાણું ને ચેથા પ્રહરે જીવન ધૂળધાણી.” બસ, આ જ કાર્યક્રમ છે ને? સવારમાં ઉઠયા એટલે તરત ચા, દૂધ ને નાતા જોઈએ. સવારે આ ટીફીન બેકસમાં નાખ્યું. બાર વાગ્યા એટલે પાછા મલ પાણી ખાવા તૈયાર. માલ પાણુ ખાઈને પલંગ ઢાળેલા પડયા હોય એટલે આળોટવા મંડી પડે. આ રીતે જીવન જીવવાથી ચેથા પ્રહરે તે જીવન ધૂળધાણી થઈ જશે. કારણ કે જ્યાં આ જ કાર્યકમ હોય છે. જીવન ધૂળધાણી જ થઈ જાય ને ! (હસાહસ) જ્ઞાની પુરૂષો કહે છે કે જે જીવન સાર્થક કરવું હોય તે કાર્યક્રમ બદલી નાખે. પહેલા પ્રહરે ચા પાણીને બદલે “પડેલા પ્રહરે વીતરાગ વાણી સાંભળે. સવારમાં ઉઠીને જે તમે વીતરાગ વાણી સાંભળશે તે તમને ખ્યાલ આવશે કે આ જિંદગી કેવી છે!