________________
૨૭
અને એની સાથે જે નવ નિધિઓ હતો, તે પણ ચાલી ગઈ. દેવપણ આ સમાચાર સાંભળી બહુજ પ્રસન્ન થયે અને તાપસને વેષ ધારણ કરેલ દેવ પિતાના શત્રુને-ચક્રવતી રાજા સુભોમને મહાસમુદ્રની વચમાં લઈ ગયા. ત્યાં તેણે પ્રથમ જન્મનું પિતાનું રસોયાનું રૂપ પ્રગટ કરી બતાવ્યું અને ક્રોધાયમાન થઈ કહેવા લાગ્યો કે, “હે પાપી? તું નથી જાણતા કે હું તને અહીં શા માટે લાવ્યો છું ન જાણતા હે તે સાંભળ, હું તારો અમૃતરસાયન નામને રસ હતો, ત્યારે તેં મને નિર્દયતાથી બાળીને મારી નાખ્યો હતો. અત્યારે એને બદલે લેવા માટે હું તને અહીં લાવ્યો છું, બોલ, પાપી? હવે તું કયાં જઈશ? જેવાં કર્મ કર્યા છે, તેવાં ભેગવવાને તૈયાર થઈ જા તારા જેવા પાપીઓની આવી જ ગતિ થવી જોઈએ. પરંતુ સાંભળ, તારે જિંદગી બચાવવી હોય તો એક ઉપાય છે. તે એ છે કે જે તે પાણીમાં પંચ પરમેષ્ઠી નમૅકાર મંત્ર લખી તેને તારા પગથી ભૂંસી નાખ તે તને હું જીવતે છોડી દઉં, પોતાના પ્રાણ બચાવવાની ખાતર કયે મનુષ્ય કયા મહાઅનર્થને નથી કરી નાખતે? સર્વ અનર્થોને તે કરે છે. આ ધર્મ છે કે અધર્મ છે? આ સારું છે કે ખરાબ છે? એને વિચાર કરવાની તો એને કશી જરૂર જ નથી જણાતી તે સમયે તે માત્ર પ્રાણ બચાવવાની જ તેને પડી હોય છે. આજ દશા ચક્રવતી રાજા સુભીમની થઈ. તેણે વિચાર્યું કે આ જુમી મારી શી દુર્દશા કરશે? એટલે તેણે દેવના કહ્યા અનુસાર જલમાં પંચ પરમેષ્ઠીનું નામ લખી ભૂંસી નાખ્યું કે તે જ સમયે તત્કાલ તે દેવે તેને મારી નાખી સમુદ્રમાં ફેંકી દીધો.