________________
૪૦૩
અર્થ - જે ભવ્ય આત્માનું કઈ પણ પ્રકારે અજ્ઞાન (મિથ્યાત્વ) દૂર થઈ ગએલ છે એવા ભવ્ય પુરુષ જ્ઞાન માત્ર નિજ ભાવમયી નિશ્ચલ ભૂમિકાને આશ્રય કરે છે. તે પુરુષ સાધકપણાને અંગીકાર કરી સિદ્ધ થાય છે, અને જે મહી (અજ્ઞાની-મિથ્યાષ્ટિ) છે તે આ ભૂમિકાને પ્રાપ્ત કર્યા વિના સંસારમાં ભમે છે. ભાવાર્થ- જે ગુરૂના ઉપદેશથી અથવા સ્વયમેવ કાળલબ્ધિને પામીને મિથ્યાત્વથી રહિત થાય છે, તે ભવ્ય આત્મા જ્ઞાનમાત્ર પિતાના સ્વરૂપને પામીને સાધક થઈ સિદ્ધ થાય છે. જે જ્ઞાન માત્ર આત્માને પ્રાપ્ત નથી થતા તે સંસારમાં ભમે છે. इदं हि दुःशकं ध्यातुं सूक्ष्मज्ञानावलंबनात् । बौध्यमानमपि पाहन च द्रागवलक्ष्यते ॥४१५॥
અર્થ:- આ સ્વાત્મદર્શનને માટે સૂક્ષ્મજ્ઞાનનું અવલંબન લેવું પડે છે. એટલા માટે એનું ધ્યાન કરવું એ અત્યંત કઠિનતાથી સાધ્ય છે. કેમકે વિદ્વાન લેક એને બહુજ સમજાવે, તે પણ તે વાત્મદર્શન શીધ્ર દેખવામાં નથી આવતું કેમકે જે જ્ઞાનમાં આત્માનું નિજ સ્વરૂપ પ્રતિભાષિત થાય છે તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે. અથાત જે જ્ઞાનમાં સ્વાત્માનુભૂતિ ( પોતાના આત્માને પ્રત્યક્ષ અનુભવ) થાય તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે.
स्वानुभूतिलवोपीह येन संस्पृश्यते स्वयम् । वृत्तवृद्धास्तपोवृद्धाः मेवन्ते तत्पदद्वयम् ॥४१६॥