________________
વિપરીતપણું ન છૂટે તે તે જીવ મિથ્યાષ્ટિ જ છે, માટે જે તત્વાર્થ શ્રદ્ધાન વિપરીતભિનિવેશ હિત છે, તે જ સમ્યગ્દર્શન છે.
આત્મ દ્રવ્ય તે શુદ્ધાશુદ્ધ પર્યાય સહિત છે. તેમ શુદ્ધાશુદ્ધ પર્યાય ઓળખ્યા વગર આત્મ દ્રવ્યનું શ્રદ્ધાન થાય નહીં. હવે શુદ્ધાશુદ્ધની ઓળખાણ આસવાદિના શ્રદ્ધાન વિના સ્વ–પરનું શ્રદ્ધાન અથવા માત્ર આત્માનું શ્રદ્ધાન કાંઈ કાર્યકારી નથી. જીવ પોતે છે તે પોતે જ છે અને પર છે તે પર જ છે, એમ સમજી, આસવ બંધને અભાવ કરી, સંવર નિર્જરારૂપ ઉપાયથી મોક્ષ પદની પ્રાપ્તિ કરે છે. માટે જેને સ્વ-પરનું અથવા આત્માનું સત્ય શ્રદ્ધાના હોય તેને જ સાત તત્વનું શ્રદ્ધાન અવશ્ય હોય છે. સાતે તત્વાર્થોને શ્રદ્ધાનથી જે, રાગાદિ મટાડવા અર્થે સ્વ–પરને ભિન્ન ભિન્ન ચિંતવે છે, તે જ ભેદવિજ્ઞાન જીવને કાર્ય કારી છે. અરિહંતાદિના શ્રદ્ધાન વિના તત્વાર્થ શ્રદ્ધાન સમ્યકત્વ કદી પણ હોઈ શકે નહીં, અર્થાત્ જેને તવાWશ્રદ્ધાન હેય છે તેને સાચા અરિહંતાદિકના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન અવશ્ય હોય છે.
.
. . . - - મોક્ષત તો અરિહંત સિદ્ધ જ લક્ષણ છે, તેથી સાચા દેવનું શ્રદ્ધાન થયું. અને સંવર નિર્જરા તે મોક્ષનું કારણ છે તેના ધારક મુનિરાજ છે, તેથી સાચા ગુરુનું શ્રદ્ધાન થયું અને રાગાદિ રહિત ભાવનું નામ ધર્મ છે એટેલે અહિંસા ધર્મનું શ્રદ્ધાન થયું. એમ સાચા દેવ, ગુરુ, ધર્મનું શ્રદ્ધાન સાત તમાં ગર્ભિત છે. જ્યારે જીવ તત્તનો વિચાર કરે, ત્યા સવ-પરને ભેદવિજ્ઞાનાદિ સહિત કરે અને આત્મ સ્વરૂપને