________________
શરીરશ્ચિત છે તેમાં પિતાપણું માને અથવા તે ક્રિયાને સ્વામી થાય તે એવી પાલાશ્રિત ક્રિયાથી, આત્માશ્રિત જ્ઞાનાદિ ક્રિયાનું ભિન્નપણું ને ભાસ્યું તે વર્ણાદિમાં અબુદ્ધિ થઈ અને જડે ક્રિયાના કર્તાપણાને અભિપ્રાય ન મટે તેવી મિથ્યા શ્રદ્ધાન રહ્યું. જ્યારે શ્રદ્ધાનમાં તે પર અંશ પણ પિતાનામાં ન કેળવે અને પોતાને અંશ પરમાં કિંચિત માત્ર ન મેળવે એવા સાચા શ્રદ્ધાન વિના સૂમ મિથ્યાત્વ છુટતું નથી. કિંચિત માત્ર પરમાણુને શ્રદ્ધાનમાં સ્વામિત્વ ભાવ ન હોય અને જે ભાથી તીર્થકર પ્રકૃતિ બંધાય તે રાગ ભાવ પ્રત્યે પણ ઉપદેય બુદ્ધિ શ્રદ્ધાનમાં ન હોય, પરદ્રવ્યો અને પારદ્રવ્યના ભાથી ભિન્ન અર્થાત કર્મ બદ્ધ-અબદ્ધ દ્રવ્યકમ, ભાવકર્મથી રહિત આદિ, સાદ, અંત વિનાને બંધ મોક્ષની પર્યાયના વિકલ્પ વિનાને, નિરાવરણ, આનંદનો દાતા પરમ પંચમ ભાવજ હું છું એવા અંતરંગ શ્રદ્ધાનથી પ્રગટ થએલી જ્ઞાનતિ તેજ સમ્યગદર્શનની સહચરણ સખી ઉપાદેય છે.
.. - જીવ પુગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યના મેળાપથી ઉપજી માને છે પણ જીવની ક્રિયામાં પુદ્ગલ નિમિત્ત છે અને યુગલની ક્રિયામાં જીવ નિમિત્ત છે એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતા નથી ત્યાં સુધી જીવ, અજીવને સાચે શ્રદ્ધાની કહી શકાય નહીં જ્યારે પૂર્વોક્ત પ્રકારે જાણવણું થાય ત્યારે જીવ–અજીવ પદાર્થનું ભિન્ન જાણ પણ થયું ત્યારે જ નિશ્ચય શ્રદ્ધાના થયો કહેવાય.