________________
આત્માને ધર્મ અને ધર્મના ફળમાં પૂર્ણ રૂપથી ઉત્સાહનું થવું તે સંવેગ છે અને સમાન ધર્મિઓમાં અનુરાગ અથવા પાંચે પરમેષ્ટિઓમાં પ્રેમ થવો તેને સંવેગ કહે છે. સંપૂર્ણ અભિલાષાઓનો ત્યાગ થવો અથવા સંસાર ભાવથી વૈરાગ્ય ધારણ કરવો તેનું નામ ધર્મ છે. અતીન્દ્રિય, અવિનાશી, ક્ષાયક સુખજ ધર્મનું ફલ છે અને શુદ્ધાત્માને અનુભવ થ તેજ ધર્મ છે. અથવા સમ્યકત્વ સ્વરૂપ આત્મા જ ધર્મ છે.
સંપૂર્ણ પ્રાણીઓમાં ઉપકાર બુદ્ધિ રાખવી તેને અનુકંપા કહે છે. સંપૂર્ણ જીવમાં મૈત્રીભાવ રાખ, દ્વેષ બુદ્ધિને છેડી મધ્યમવૃત્તિ ધારણ કરવી અથવા શત્રુતા છોડી દઈ બધા જ માં શલ્ય રહિત થઈ જવું તેને અનુકંપા કહે છે. બધા જીવો પ્રત્યે દયા થવાનું મૂળ કારણ દર્શનમોહનીય કર્મના ઉદયનો અભાવ છે તેથી તેને કઈ દુશમન જણાતું નથી તેનું કારણ એ છે કે મિથ્યાદર્શનમાં જ્ઞાન પણ મિથ્થારૂપ હોય છે અને મિથ્યાજ્ઞાનામાં વેરભાવ હોય છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન સમ્યને પ્રાપ્ત થાય છે તેથી વેરભાવ થતું નથી. અનુકંપા બે પ્રકારની છે એક પરાતુકમ્પા બીજી સ્વાનુકમ્યા છે. બધા જીવોમાં સમતા ભાવ ધારણ કરે તે પરામુકમ્યા છે અને કાંટાની માફક ચુંભવાવાળા શલ્યનું છુટી જવું તે સ્થાનકમ્યા છે તે જ ખરેખર પ્રધાન અનુકંપા છે.
સ્વત: સિદ્ધ તરના સ્વભાવમાં, ધર્મમાં, ધર્મના કારણેમાં, ધર્મનાકુલમાં, નિશ્ચય બુદ્ધિ (વિશ્વાસબુદ્ધિ) રાખવી તેને આસ્તિય કહે છે. જે પ્રમાણે આત્મા આદિ પદાર્થોમાં ધર્મ છે તે પ્રમાણે તેમાં યથાર્થ વિવસ્ત બુદ્ધિને આસ્તિક્ય ગુણ કહે છે. સમ્યગ્દર્શન