________________
પદાર્થોને દેષ જોવે એ તે મિથ્યા ભાવ છે. મારાં રાગાદિક જ બૂરાં છે તેનું તેને જ્ઞાન નથી. - સાચી ઉદાસીનતામાં પર દ્રવ્ય ભલાં પૂરાં લાગે નહીં પિતાને પિતારૂપ જાણે, પર સાથે મારું કાંઈ પ્રયોજન નથી તેમ જાણી સાક્ષીભૂત રહેતું નથી. હવે એવી ઉદાસીનતા તત્વજ્ઞાન વિના કેવી રીતે હોઈ શકે? વળી તે ઉદાસીન થઈ અણુવ્રત, મહાવ્રત રૂપ વ્યવહાર ચારિત્ર અંગીકાર કરે છે. એકદેશ વા સર્વદેશ હિંસાદિ પાપને છેડે છે અને અહિંસાદિ પુણ્ય કાર્યોમાં પ્રવૃત્તિ છે. પહેલાં પર્યાયાશ્રિત પાપ કાર્યોમાં કર્તાપણું માનતા હતા તે હવે પુણ્ય કાર્યમાં કર્તાપણું માનવા લાગે તેથી તે પરાશ્રિત ભાવને કર્તા થતાં તેની શ્રદ્ધા જુઠી થઈ. તે શુભ ભાવરૂપ કષાયને અભિપ્રાયમાં સારા માની વધારવાને ઉપાય કરે છે અને તે કાર્ય થતાં પોતે હર્ષિત થાય છે.
તે પરિષહ, ઉપસર્ગ અને તપશ્ચરણદિન નિમિતથી દુઃખી થાય છે તેનો ઈલાજ કરતું નથી, પરંતુ દુઃખ વેદે છે હવે પરવશપણે દુ:ખ વેદવું એ તે કષાય છે તેનાથી વીતરાગતા કેમ થાય? વીતરાગતામાં જેમ અન્યને શેય જાણે છે તે પ્રમાણે આ દુઃખનાં કારણને શેયરૂપે જાણતા નથી પણ તેનાથી ખેદ ખિન્ન થાય છેવળી તે એમ માને છે કે જે કર્મ બાંધ્યા છે તે ભગવ્યા વિના છુટકે નથી માટે મારે સહન કરવાં જોઈએ એવી જુઠી માન્યતાથી તેની શ્રદ્ધા કર્મફલ ચેતનારૂપે પ્રવૃત્ત છે. વળી તે કોઈને ત્યાગ કરાવે છે તે મેં ત્યાગ કરાવ્યા ધર્મ પળાવ્યા, જી. છેડાવ્યા, સુખી કર્યા, દુખથી મુકાવ્યાં, ઘણાજીને સન્માર્ગે