________________
અર્થ - જે ભવ્ય આત્માએ મિથ્યાત્વ પરિણામરૂપી વિષને ત્યાગ કરી, સમ્યકત્વ પરિણામરૂપ અમૃતને ગ્રહણ કરેલ છે તેજ ભવ્ય આમાએ મનુષ્ય જન્મનું સુંદર (શ્રેષ્ઠ) અને મધુર મેક્ષરૂપી ફલ પ્રાપ્ત કર્યું છે અને તેનું જીવવું પણ સાર્થક છે. ભાવાર્થ :- જે જીવને નિર્મળ સમ્યગ્દર્શન છે એવા જીવને કલ્યાણરૂપ ઈદ્રપણું, ચકીપણું, અહમદ્રપણું, તીર્થંકર પણું પ્રાપ્ત થાય છે. સુર અસુર સહિત સર્વલોક કદાચ ખરીદ કરીને કોઈને દેવામાં આવે તે પણ સમ્યગ્દર્શન રૂપી રત્નની પ્રાપ્તિ થઈ શકે નહીં અથવા એક તરફ સમ્યગ્દર્શનનો લાભ થતું હોય અને બીજી તરફ ત્રણ લેકના રાજ્યને લાભ થતું હોય તે ત્યાં ત્રણ લેકના લાભ કરતાં પણ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. કેમકે ત્રણ લેકનું રાજ્ય વા ધરણેન્દપણું, નરેન્દ્ર પણું, દેવેન્દ્રપણું પામીને પણ અ૫ પરિમિત કાળમાં તે છુટી જાય છે અથવા મરણ કરી તે જીવ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવ ચાર ગતિ સંસારમાં જન્મ મરણું કરતો નથી પણ
અવિનાશી સુખને પ્રાપ્ત થાય છે. તેથી સમ્યકત્વના લાભ સમાન ત્રિયને લાભ શ્રેષ્ટ નથી. (ભગવતી આરાધના ગાથા ૭૪૫૪૬-૪૭)
अप्यकं दर्शनं श्लाध्यं चरणज्ञान विच्युतम् ।
नपुनःसंयमज्ञाने मिथ्यात्व विषदूषिते ॥५६१॥ અર્થ - સમ્યગ્દર્શન, ચારિત્ર જ્ઞાન વિના પણ પ્રશંસનીય છે અને સચવ વિના ચારિત્ર અને જ્ઞાન મિથ્યાત્વરૂપી વિષથી