________________
૭.
नदुःखीज शुभदर्शनक्षितौ कदाचन क्षिप्रमपि प्ररोहति । . ” सदाप्यनुप्तं सुखबीजमुत्तमं कुदर्शने तद्विपरीतमिष्यते ॥५७४॥ અર્થ:- સમ્યગ્દર્શનરૂપી ભૂમિમાં કદાચિત દુઃખના બીજ પડી જાય તે પણ સમ્યગ્દર્શનરૂપી પવિત્ર ભૂમિમાં તે બીજ કદી પણ શીધ્ર અંકુરિત થતાં નથી. તેના અંકુર ઉત્પન્ન થયા પહેલા જ તે પવિત્રભૂમિનો તાપ તેને બાળી નાંખે છે. અને તે પાવનભૂમિમાં સુખના બીજ તો વાવ્યા વગર પણ સદાય ઉત્પન્ન થયા કરે છે, પરંતુ મિથ્યાદર્શનરૂપી ભૂમિમાં બરાબર તેનાથી વિપરીત ફળ થાય છે અર્થાત મિથ્યાદર્શનરૂપી ભૂમિમાં કદાચિત સુખના બીજ વાવવામાં આવે તો પણ તે અંકુરિત થતા નથી પણ મળી જાય છે અને દુખના બીજ તે વાવ્યા વગર પણ ઉત્પન્ન થાય છે.
वरंज्वालाकुलेक्षित्पो देहिनामा हुताशने । . नतुमिथ्यात्वसंयुक्तं जीवितव्यं कदाचन ॥५७५॥ અર્થ - અતિ જાજ્વલ્યમાન જવાળાથી આકૂળ, દેદીપ્યમાન અગ્નિને વિષે આત્માને હવે તે સારૂં, પણ મિથ્યાત્વ સહિત જીવવું કોઈ પણ પ્રકારે સારું નથી. किंबहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले। . सेत्स्यन्तियेऽपिभव्याः तज्जानीत सम्यकत्व माहात्म्यम् ॥५७६।। અર્થ - સમ્યકત્વ રત્નના સંબંધમાં વિશેષ કહેવાથી શું ? જે નવરા-ભત્રવર પુંડરીકે–ભરત–સગર-રામ-પાંડવાદિક એક્ષપદને પ્રાપ્ત થયા છે તે સર્વે સમ્યકત્વ રતનનું જ માહાસ્ય તમારે જાણવું.