________________
૭૩૧
અર્થ જે બુદ્ધિમાન સંસારથી ઉદાસીન થયા છે તે સમ્યકત્વ સુધા નામના ગ્રંથને અથવા સમ્યત્વસુધા રસને સમ્યક પ્રકારે સ્વાદુ થઈ, (સમજી) નિશ્ચલતાની સાથે મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરશે, તે તે મહિને નાશ કરી સંસાર બંધનને તેડી નિશ્ચલ તન્ય સ્વરૂપ મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરશે.
ગ્રંથકની લઘુતા यन्मया किमपि विजल्पितं युक्तायुक्तमपि अत्र । तद् वरज्ञानिनः क्षाम्यन्तु मम ये बुध्यन्ते परमार्थ ॥५४॥ અર્થ- આ ગ્રંથમાં જે કંઈ પણ યુક્તાયુક્ત (ગ્ય-અયોગ્ય) શબ્દ લખ્યો હોય તે જે મહાન જ્ઞાનના ધારક પરમ અર્થને જાણે છે તેવા પંડિત જન મારી ઉપર ક્ષમા કરે.' ભાવાર્થ – મારી છદ્મસ્થ બુદ્ધિ છે તેથી જે કદાચ મારા શબ્દમાં, અર્થમાં, એગ્ય કે અગ્ય લખાણું હોય તે જે વિવેકી પરમ અર્થને સારી રીતે જાણતા હોય તે મારા દોષને ક્ષમા કરી, સુધારો કરી, મારા ઉપર કૃપા કરે.
ગુણ ગ્રહણ કરવાની પ્રાર્થના મેં આગમ, તર્ક, પરમ નિર્ગથ ગુરુ ઉપદેશ અને સ્વાનુભૂતિ આદિ સંપૂર્ણ સાધનોથી આ શુદ્ધાત્માની પ્રાપ્તિનું અર્થાત ધર્મનું મૂળ એવું સમ્યગ્દર્શનનું સ્વરૂપ આ ગ્રંથમાં કર્યું છે. વળી આ ગ્રંથ લખવામાં, અર્થમાં ઓછું અધિક લખાએલ હોય, તે વિશેષ બુદ્ધિવાન મૂલ ક શુદ્ધિ કરી વાંચે. મારી અપબુદ્ધિ