________________
૭૦૧
*
..*
ભાવાર્થ- વીતરાગ ચારિત્રવાળા મુનિઓને કોઈ પણ બુદ્ધિજન્ય રાગ થતો નથી. તેને સ્વશરીરાદિ અથવા પર પદાર્થમાં કિંચિત પણ બુદ્ધિપૂર્વક રાગ થતું નથી પણ અબુદ્ધિપૂર્વક રાગ કથંચિત હોય છે. તે અતિ સૂક્ષમ હોય છે ત્યાં સુધી એવા ચારિત્રને મુનિપુંગવ ગૌણરૂપથી વીતરાગ ચારિત્ર કહે છે અને જયારે તે સૂક્ષમ અબુદ્ધિજન્ય રાગ પણ નાશ થાય છે ત્યારે તે સાક્ષાત વીતરાગ ચારિત્ર કહેવાય છે. on જે ચારિત્ર સ્વાત્મપ્રવૃત્તિરૂપ, કષાય કલંકથી સર્વથા મુક્તછે અથવા દર્શન મેહનીય, ચારિત્રમોહનીયના ઉદય જન્ય મેહક્ષોભથી સર્વથા રહિત જીવન અત્યંત નિર્વિકારી પરિણામ સ્વરૂપ સામ્ય” છે તેને વીતરાગ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર અથવા નિશ્ચય ધર્મ કહે છે. તેજ મુકિતનું સાક્ષાત્કારણ છે.
સમ્યક ચારિત્રમાં રહી જતી ભૂલ પહેલાં તત્વજ્ઞાની થાય પછી જેટલા પ્રમાણમાં રાગાદિ દૂર થયા હોય તેટલા પ્રમાણમાં ધર્મ ક્રિયા અંગીકાર કરવી એગ્ય છે. પણ જે થોડા રાગાદિ મટયા હેય તે ઉંચપદ ધારણ કરી નીચી ક્રિયા કરવાથી પાપને બંધ થાય છે તેનું જેને જ્ઞાન નથી તેને બાહ્રક્રિયા ઉપર તે દષ્ટિ છે પણ પરિણામ સુધરવા બગડવાને જરા પણ વિચાર નથી. અને કદાચ વર્તમાન પરિણામને વિચાર કરે, પણ અભિપ્રાયમાં જે વાસના પડી છે તેને ખ્યાલ ન રાખે તે લાભને બદલે નુકશાન ન થાય. વળી ત્યાગ તો કરે પણ તેના ગુણ દેષને ન જાણે, વર્તમાન પરિણામે જ ભારે કરી