________________
૭૦૮
થવું તે ચવદારના નં જ્ઞાનં રાત્રિ तत् परिजानीहि जीव त्वंयेनपरः भवसि पवित्रः ॥५४३॥ અર્થ – જે પિતાને દેખે છે, જાણે છે, આચરણ કરે છે તે વિવેકી (લેદજ્ઞાની) દર્શનજ્ઞાન ચારિત્રરૂપ પરિણત થયેલ છવ જ મોક્ષનું કારણ છે. અને વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણને કહે છે તે વ્યવહાર રત્નત્રયને હે જીવ! તુ જાણ જેનાથી ઉત્કૃષ્ટ પવિત્ર થશે. ભાવાર્થ- જે સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આત્માને પિતાથી નિર્વિકલ્પરૂપ દેખે છે. વીતરાગ સ્વસંવેદન લક્ષણરૂપ જ્ઞાનથી જાણે છે અને બધા (સકલ) રાગાદિક વિકપના ત્યાગથી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે એવા નિશ્ચયરત્નત્રયથી પરિત થયેલ પુરુષ જ મોક્ષમાગી છે. અને તત્ત્વાર્થનું શ્રદ્ધાન, શાસ્ત્રનું જ્ઞાન, અને અશુભક્રિયાઓના ત્યાગરુપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વ્યવહાર મોક્ષમાર્ગને હે જીવ તું જાણ. કારણ કે તે નિશ્ચયરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સાધક છે તેના જાણવાથી કે સમયે પરમ પવિત્ર પરમાત્મા થઈ શકાશે.
પ્રથમ વ્યવહારરત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય ત્યારે જ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ થઈ શકે છે તેમાં લેશમાત્ર (સંદેડ) નથી. જે અનંત સિદ્ધ થયા અને થશે તે બધા પહેલાં વ્યવહાર રત્નત્રયને પામી નિશ્ચયરત્નત્રયરૂપ થયા છે. વ્યવહારરત્નત્રય સાધન છે અને નિશ્ચરિત્રય સાધ્ય છે. વીતરાગ સર્વ દેવે કહેલ છે દ્રવ્ય, સાત તત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાય તેનું શ્રદ્ધાન, તેના