________________
તે દ્રાક્ષ છે. અને તે દ્રવ્યમક્ષવાળા આત્માથી જે યથા
ગ્ય વિશુદ્ધ ગુણેનો આવિર્ભાવ થઈ જ તેને ભાવમક્ષ કહે છે. તે શુદ્ધાત્માની ઉપલબ્ધિ સ્વરૂપ છે. આ શુદ્ધાત્માની ઉપલબ્ધિ શુકલ યાનાદિરૂપ સંવર તથા નિર્જરાથી આવિર્ભત થાય છે. ભાવાર્થ- આગમમાં દ્રવ્યમેક્ષ અને ભાવભેક્ષ એમ બે પ્રકારે મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. દુધ પાણીની માફક આત્માની સાથે જ્ઞાનાવરણાદિ આઠે કર્મ મળેલ છે તેની કર્મ પર્યાયરૂપથી, આત્યંતિક નિવૃત્તિ થઈ જવી તેને દ્રવ્યમેક્ષ કહે છે. અને આત્માના અનંત જ્ઞાનાદિ વિમલ ગુણેને આવિર્ભાવ થઈ સ્વાપલબ્ધિ થવી તેને ભાવમોક્ષ કહે છે. અથવા સંપૂર્ણ કર્મમલકલંકના અભાવથી આત્માના સમસ્ત અચિત્ય સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણ અને અવ્યાબાધ સુખ ગુણ પ્રકટ થઈ જાય છે તેવી આત્માની અવસ્થા વિશેષને મેક્ષ કહે છે. શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ મોક્ષ કર્મોના સર્વથા ક્ષયથી થાય છે અને કર્મોને ક્ષયનું કારણ સંવર અને નિર્જરા છે અને આ સંવર નિર્જરા ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ જ્ય, ચારિત્ર, તપ તથા શુકલ યાનાદિથી થાય છે. સંવરથી નવા કર્મોનું આવવાનું રોકાય છે અને નિર્જરાથી સંચિત કર્મોનો સર્વથા ક્ષય થાય છે. એ પ્રમાણે સમસ્ત કર્મોને ક્ષય થવાથી આત્મામાં અનંત દર્શન અને અનંતજ્ઞાનાદિ ગુણ સમૂહની ઉભૂતિ થાય છે. તે સમયમાં આત્મા સમસ્ત સંકલપ વિકલપ મેહજાલથી સર્વથા વિમુકત થઈ પિતાના ચિદાનંદમય વિજ્ઞાનઘન સ્વભાવમાં સ્થિત થાય છે. આજ આત્માની પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે.