________________
પિતાના આત્મિક ભાવમાં શુદ્ધ પગની પ્રવૃત્તિ થવી તેને સ્વસમય અને પરદ્રવ્યમાં અશુદ્ધ પગની પ્રવૃત્તિ થવી તેને પરસમય એમ આગમમાં પ્રસિદ્ધ છે. પરસમય તે બંધનું કારણ છે અર્થાત સંસારનું કારણ છે અને સ્વસમય તે સાક્ષાત મોક્ષનું કારણ છે એમ શ્રી સર્વદેવે કહ્યું છે. જે જીવ પોતાના શુદ્ધભાવથી શુદ્ધજીવને નિશ્ચય કરી જાણે છે અને દેખે છે તે જીવ અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત એકાગ્રતા થતાં ચિત્ત નિરોધ પૂર્વક સ્વરૂપમાં મગ્ન થઈ પિતાના ગુણ પર્યાય રૂપ સ્વસમયમાં આચરણ કરે છે તેને જ શુદ્ધ સ્વચારિત્ર રૂપ પરમાત્મા કહ્યા છે. .
બહિરાત્મા (અજ્ઞાની જીવ) શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ત્રણેમાં પરસમય રૂપ છે. અંતરાત્માં ચારિત્રની અપેક્ષાએ સ્વસમય રત નથી પણ શ્રદ્ધાના જ્ઞાનની અપેક્ષાએ તે પરસમય રત નથી. તે ભલી પ્રકારે જાણે છે કે આત્માનું હિત સ્વભાવમાં રમણ કરવું તેજ છે છતાં પણ ઉપયોગ આત્માની ભૂમિકાને છેડીને અન્યમાં જાય છે તે કવાયના ઉદયનું કાર્ય છે તેમ શ્રદ્ધાપૂર્વક જાણે છે. કિંચિત્ માત્ર રાગનું રહેવું ત્યાં સુધી પરસમય છે અથવા પૂર્ણ સ્વરૂપાચરણ ચારિત્રમાં લીન પણ નથી ત્યાં સુધી પરસમય છે. પરમાત્માને શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ત્રણે સ્વસમરૂપ છે. (વિશેષ વર્ણન પ્રવચનસાર ગાથા ૫૪ પંચાસ્તિકાય ગાથા ૧૫૫ સમયસાર ગાથા ૨ થી જાણવું)
૭યવહારરત્નત્રય અને નિશ્ચયરત્નત્રય . पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं य एव । दर्शनं ज्ञानं चारित्रं जीवः मोक्षस्य कारणं स एव ॥५४२॥ . .