________________
જ સમજે છે છતાં પણ જ્યાં સુધી નિશ્ચય સ્વરૂપની સ્વાધીનતા નથી પ્રાપ્ત કરી લેતે ત્યાં સુધી વ્યવહાર નયના આશ્રયને છોડતા નથી કારણ કે તેને આશ્રય તેના પરિણામને નીચલી અશુભેપગની દશાથી બચાવી લ્ય છે. - જ્ઞાની (અનુભવી) ઉપાદાન વા નિશ્ચયરૂપ સાધનને જ સાક્ષાત મોક્ષ માર્ગ અને વ્યવહારને કેવલ માત્ર સહકારી પરંપરારૂપથી મોક્ષને માર્ગ જાણે છે.
વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગનું સ્વરૂપ सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि । व्यवहारात् निश्चयतः तस्त्रिकमयः निजः आत्मा ॥५४४॥ અર્થ - વ્યવહારનયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યચારિત્ર એ ત્રણેના સમુદાયને મેક્ષનું કારણ સમજે અને નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર સ્વરૂપ પિતાના . આત્માને મોક્ષનું કારણ જાણે, ભાવાર્થ:- વ્યવહારનયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેને સમુદાય તે મોક્ષનું કારણ જાણવું અને નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ પિતાને આત્મા છે તેજ મોક્ષનું કારણ છે. શ્રી સર્વજ્ઞ વીતરાગના કહેલા છ દ્રવ્ય, નવ પદાર્થ, સાત તત્વ અને પંચાસ્તિકાયના સ્વરૂપનું સભ્યપ્રકારે શ્રદ્ધાન કરવું, જાણવું, અને વ્રત આદિનું આચરણ કરવું ઇત્યાદિ વિકલ્પરૂપ જે છે તે તે વ્યવહાર ક્ષમાર્ગ છે.