________________
૧૦:.
મોક્ષમાર્ગ કહ્યો છે. તે વ્યવહાર મોક્ષ માર્ગ જીવ પુલ સંબંધી પોયથી ઉન્ન થયો છે તેથી સાધ્ય (જ્ઞાયકભાવ) નિશ્ચય મેક્ષ માર્ગ ભિન્ન છે અને સાધન વ્યવહાર મોક્ષ માર્ગ ભિન્ન છે.
સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષ માર્ગ: શ્રી ઉમાસ્વામી મહારાજ વ્યવહાર નયની મુખ્યતાથી અને શ્રી કુંદકુંદાચાર્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની એક્તારૂપ નિશ્ચયની મુખ્યતાથી કહેલ છે. બન્નેને સમ્યગ્દર્શનના વિષયભૂત નવ પદાર્થ અથવા સાતતનું સ્વરૂપ વ્યવહાર અને નિશ્ચયનયથી એવી રીતે બતાવેલ છે કે બન્ને નો વિરોધ તેમાં મટી જાય છે. બંનેની ઉપાગતા અને બંનેનું સ્વરૂપ યથાર્થમાં પ્રકાશમાન થઈ જાય છે. નિશ્ચયનયરૂપ મોક્ષમાર્ગ ઉપાદાન સાધન છે અને વ્યવહારનયરૂપ મોક્ષમાર્ગ તેની પ્રગટતાને માટે બાહ્ય સહકારીરૂપ નિમિત્ત કારણ છે. દરેક કાર્યમાં ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણેની જરૂર પડે છે. જેમ જેમ ઉપાદાન કારણ કાર્યરૂપ (પરિણત) થવા લાગે છે તેમ તેમ નિમિત્ત કારણની ગણતા થતી જાય છે. પણ જ્યાં સુધી પૂરું કાર્ય નથી થઈ જતું ત્યાં સુધી નિમિત્ત કારણને સંગ સહકારી રહે છે. જ્યાં સુધી સ્વરૂપને લાભ થતું નથી ત્યાં સુધી નીચલી અવસ્થામાં વ્યવહાર હસ્તાવલમ્બનરૂપ છે. સાથે સાથ પરને આશ્રય જ્યાં સુધી છે
ત્યાં સુધી આત્મામાં નિર્બલતા છે તેથી પુરુષાથી આત્માએ સદા પરને આશ્રય છુટી સ્વાધીન કાર્ય કરવાને અનંત બલી થઈ જાય એવી ભાવના ભાવવી જોઈએ. જો કે તે ભાવનામાં પરાશ્રિત વહારને ઉપાદેય માનતે નથી હય (ત્યાગ) રૂ૫