________________
હોવાથી તેમનું સર્વ આચરણ મિથ્થા ચારિત્ર જ છે. વળી કઈ જીવ તવાદિનાં નામ પણ બરાબર જાણતાં નથી અને માત્ર એકાંત ક્રિયાકાંડમાં જ અર્થાત વ્રતાદિકમાં જ પ્રવર્તે છે તે બધા વ્યવહાર મૂઢ આત્માઓ છે. કારણ કે અરિહંતાદિ પંચ પરમેષ્ટીમાં ભકિત સ્વરૂપ જે પ્રશસ્ત રાગ છે તે પણ મોક્ષના અંતરાય રૂપ છે અને મેક્ષથી વિપરિત એવા ઈન્દ્રિય સુખના હેતુભૂત સ્વર્ગાદિને અંગીકાર કરાવવાવાળા છે માટે મુકિતના ઇચ્છુક મુમુક્ષુએ સર્વથી પ્રથમ તજ્ઞાનની પ્રાપ્તિ કરવી યોગ્ય છે. અને શ્રદ્ધાના જ્ઞાનમાં શુભાશુભ અવસ્થારૂપ રાગ ભાવને સર્વથા હેયમાની ચારિત્રમાં વ્યવહાર નયના અવલંબનથી પરદ્રવ્યનાં સાધ્ય સાધન ભાવરૂપ સામગ્રીથી નિશ્ચય નયાત્મક સ્વ સ્વરૂપ અભેદ સાધ્ય સાધન ભાવરૂપ એક સાક્ષાત મેક્ષ માર્ગના કારણું રૂપ વીતરાગ ભાવ છે તેની પ્રાપ્તિ કરવી તે જ મુમુક્ષુઓને ઉપાદેય છે. પણ એકાંત વ્યવહાર મૂઢ થઈ ખેદ ખિન્ન ન થવું; તેમજ એકાંત નિશ્ચય નયના અવલંબી ન થવું કારણ કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી એકાંત મિથ્યાત્વના સર્ભાવથી અતત્વ શ્રદ્ધાન રહી જતાં સંસાર જ ઉભું રહે છે.
શાસ્ત્રમાં જ નિશ્ચય વ્યવહાર ચારિત્રનું સ્વરૂપ ભલી પ્રકારે બતાવ્યું છે મોક્ષનું સાક્ષાત કારણુ પરમ વીતરાગ ભાવની જ પ્રાપ્તિ બતાવી છે. તે વીતરાગ ભાવ વ્યવહાર નિશ્ચય નય ને અવિરોધ પણે જ્યારે સભ્યપ્રકારે યથાપદવી જાણવામાં આવે ત્યારે જ વાંછિત ફલની સિદ્ધિ થાય છે. અન્ય કોઈ પ્રકાર થઈ શકતી નથી વિશેષ વ્યવહાર મેક્ષ માર્ગનાં પ્રકરણમાંથી જાણવું)