________________
ચારિત્ર કહે છે અને જ્યારે ભેદજ્ઞાનના પ્રભાવથી તેમાં કષાયન પ્રકર્ષ સ્વભાવ શાંત થઈ જાય છે તે સમયે નિશ્ચય નયથી તે જીવના ભાવને સરાગ સમ્યક ચારિત્ર કહે છે. આ ચારિત્ર, સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવા રૂપ નિશ્ચય ચારિત્રનું સાધક છે. અથવા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ રૂપ વ્યવહાર ચારિત્રનું પાલન તે સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવા રુપ નિશ્ચય ચારિત્રનું સાધન છે.
મન વચન કાય પાંચ પ્રકારના પાપરૂપ અશુભકિયાએથી નિવૃત્તિ અને શુલે પગ જનક દાન, પૂજા સ્વાધ્યાય, તત્વચિંતન, ધ્યાન, સમાધિ, ઈચ્છાનિધારિરૂપ ઉત્તમ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહાર ચારિત્રક હે છે. આ ચારિત્રમાં સ્કૂલ રાગ પ્રવૃત્તિ બની રહે છે તેથી પણ તેને વ્યવહાર ચારિત્ર કહે છે.
નિશ્ચય સમ્મચારિત્રનું સ્વરૂપ स्वात्मज्ञाने निलीनो गुण इव गुणिनि त्यत सर्वप्रपंचो। रागः कश्चिन बुद्धौ खलु कथमपि वाऽबुद्धिजः स्यात् तस्य । सूक्ष्मत्वात्तं हि गौण यतिवरवृषभाः स्याद्विधायेत्युशन्ति । तच्चारित्रं विरागं यदि खलु विगळेत्सोऽपि साक्षाद्विरागम् ॥५३९॥ અર્થ- જે જીવ, ગુણમાં ગુણ સમાન સ્વાત્મજ્ઞાનમાં લીન છે અને બધા પ્રપંચથી રહિત છે તે નિશ્ચય વીતરાગ ચારિત્ર છે. તેને નિશ્ચયથી બુદ્ધિપૂર્વક રાગ થતું નથી. કેઈ પ્રકારે અબુદ્ધિ પૂર્વક રાગ થાય છે તે પણ તે સૂક્ષમ થાય છે અને જ્યારે તે સૂક્ષમ રાગ પણ નથી રહેતું ત્યારે તેને સાક્ષાત નિશ્ચય વીતરાગ ચારિત્ર કહે છે.