________________
કાકાર:- હે ભગવંત! અભવ્ય વ્યલિંગી મુનિ અને ભવ્ય વ્યલિંગી મુનિના સ્વરૂપમાં શું ફરક છે? ઉત્તર:- હે પ્રાજ્ઞ! અભવ્ય દ્રવ્યલિંગી મુનિ કદીપણ મેક્ષને પામી શકતે નથી અથવા તેનું દ્રવ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મેક્ષ માર્ગ છે તે ભાવે પરિણમવાને માટે અગ્ય છે. તે સદા કર્મચેતના, કર્મફલચેતનાને સાધવાવાળે છે અથવા બંધ પર્યાયને સાધવાવાળો છે તેને જ્ઞાનચેતનાની ઉપલબ્ધિ કદી પણ પ્રાપ્ત થતી નથી. જ્યારે ભવ્યદ્રવ્યલિંગી કાલલબ્ધિ આદિ નિમિત કારણ મળતાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મેક્ષ માર્ગને પામી શકે છે અથવા તે ભાવે પરિણમન કરવાની યોગ્યતાવાળો છે ભવ્યદ્રલિંગી બે પ્રકારના થાય છે. એક મિથ્યાદષ્ટિ ભવ્ય દ્રવ્યલિંગી મેક્ષ માની યેગ્યતાવાળો અને એક સમ્યગ્દષ્ટિ ભવ્ય દ્રવ્યલિંગી હોય છે. જેનું બાહ્યલિંગ તે મુનિરૂપ છઠ્ઠા ગુણસ્થાનવાળું હોય છે અને અંતરંગ પરિણામ પ્રત્યાખ્યાનની કષાય (ઉદય) જન્ય પંચમ ગુણસ્થાન સંયતાસંતરૂપ હોય તેને પણ ભવ્ય (સમ્યગ્દષ્ટિ) દ્રવ્યલિંગી મુનિ કહે છે. અહીં કુરાન દૂર ભવ્ય જીવનું કથન કહ્યું નથી, તેમાં પરિણમવાની શક્તિ તો છે છતાં એવા નિમિત્તને પ્રાપ્ત કરી શકશે નહીં તેમ જાણવું.'
સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જે જ્ઞાન કુમતિ, કુશ્રુતરૂપ થઈ પાંચ ઇન્દ્રિય તથા મનના વિષયમાં એકત્ર થઈ પરિણમતું હતું તે જ જ્ઞાન હવે સુમતિ સુતરૂપે સમ્યજ્ઞાન થાય છે. તેથી સમ્યગ્દષ્ટિનું જે કાંઈ જાણવું