________________
દા સ્વભાવી છું એમ વિચાર થતાં સહજ આનંદ તરંગ અતરંગ મહિમાના ઉઠે છે. ચિત્ત પ્રસન્ન થાય છે. પછી તેવા વિચારે છુટી જતાં કેવળ પિતાનું સ્વરૂપ ચિન્માત્ર પ્રતિભાસવા લાગે છે. ત્યાં બધાં પરિણામે એકાગ્રરૂપે થઈ પ્રવર્તે છે તે સમયે ઈન્દ્રિય વિષયે કે નય પ્રમાણદિન વિક છુટી જાય છે. અને જે પૂર્વે સવિકપમાં ચૈતન્ય સ્વરૂપને નિર્ણય કર્યો હતે તેમાં જ વ્યાપ્ત વ્યાપકરૂપે થઈ એવો પ્રવર્તે છે કે ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયપણુ દુર થતાં એકાએક એવી નિર્વિકલ્પ દશા થાય છે તેને સ્વાનુભૂતિ કહે છે.
જેમ હાર બનાવવા વખતે જીવ અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે હાર તૈયાર થતાં પ્રત્યક્ષ પહેરવામાં આવે છે ત્યારે બધા વિકપ વિલય થઈ જાય છે એમ સવિકલપ દ્વારા નિર્વિક૯૫ને પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે વિકપ તેમાં પ્રતિભાસતા નથી એવા નિર્વિકલ૫ અનુભવને અતીન્દ્રિયજ્ઞાન કહીએ છીએ, કારણ કે ઈન્દ્રિયને વિષય મૂર્તિક પદાર્થો ને જાણવાનું છે. અને જે જ્ઞાન અનેક પ્રકારનું વિક૯પ કરતું હતું તે જ જ્ઞાન ઈન્દ્રિય મનને છેડી પોતાનામાં રમણ કરવા લાગ્યું તેજ મતિ શ્રુતજ્ઞાન છે બીજુ કે અન્ય જ્ઞાન નથી.
સ્વાનુભૂતિમાં મન ઇન્દ્રિયને અભાવ જ છે જે કે મનને વિષય મૂર્તિ ક–અમૂર્તિક પદાર્થો જાણવાને છે. તેમજ મતિજ્ઞાનની (વિષય સર્વ બાહ્ય પદાર્થો જાણવાને છે પણ સ્વાનુભૂતિ વખતે પરિણામ સ્વરૂપમાં એકાગ્ર થઈ અન્ય ચિંતાને નિષેધ કરે છે તેથી તેને મન મારફત ધ્યાન થયું એમ કહીએ છીએ. મનજનિત