________________
ચેથા ગુરુસ્થાનથી લગાડી જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના જીવને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. ત્યાર પછીના ગુણસ્થાનમાં પરમાત્મા કહેવાય છે. જ્યાં જ્યાં જે કથન આવતું હોય ત્યાં ત્યાં તે ગુણસ્થાન વતી સમ્યગ્દષ્ટિનું કથન સમજવું પણ ચેથા ગુણસ્થાનનું જ કથન એકાંતે ન સમજવું. ચોથા ગુણસ્થાનમાં શ્રદ્ધાજ્ઞાનની અપેક્ષાથી જાણવું અને ઉપરના ગુણસ્થાનમાં ચારિત્રથી જાણવું
ભાવમન જે સમયમાં પદાર્થોને વિષય કરે છે તે સમયમાં દ્રવ્યમન તેને સહાય કરે છે તે દ્રવ્યમાં આત્માના હેયોપાદેયરૂપ વિશેષજ્ઞાન ભાવમન ઉત્પન્ન કરે છે. અર્થાત્ આત્માના વિચારની ઉત્પત્તિનું સ્થાન દ્રવ્યમાન છે અને ભાવમન આત્માના જ્ઞાનાત્મક પરિણામ છે. તે (ભાવમન) પિતાના પ્રતિપક્ષી આવરણ કર્મને ક્ષય થવાથી લબ્ધિ અને ઉપયોગ સહિત, કમથી થાય છે. કર્મોના ક્ષપશમથી જે આત્મામાં વિશુદ્ધિ-નિર્મળતા થાય છે તેને લબ્ધિ કહે છે. અને પદાર્થો તરફ જાણવાની ક્રિયાને ઉપયોગ કહે છે. લબ્ધિરૂપ જ્ઞાન વગર ઉપયેગાત્મક બંધ થતા નથી પણ લબ્ધિ રહેવા છતાં ઉપગાત્મક બંધ થાય એ કેઈ નિયમ નથી. અથોત થાય અને ન પણ થાય. ' સમ્યગ્દષ્ટિ કદાચિત્ સ્વરૂપ ધ્યાન કરવાને ઉદ્યમી થાય ત્યાં પ્રથમ સ્વ-પરના સ્વરૂપનું ભેદજ્ઞાન કરે, તેમાં કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ રહિત ચૈતન્યચિત્ ચમત્કાર માત્ર પિતાનું સ્વરૂપ જાણે પછી પરને વિચાર સહજ છુટી જતાં માત્ર એક આત્માને વિચાર રહે ત્યાં પિતાના નિજ સ્વરૂપની વિચાર ધારા ચાલે છે કે હું ચિદાનંદ, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર જ્ઞાતા