________________
અથવા અતીન્દ્રિય કહેવામાં કોઈ વિરોધ નથી માત્ર વિવક્ષાભેદ છે. સ્વાનુભવ દશામાં આત્માને જે જાણવામાં આવે છે તે શ્રુતજ્ઞાન વડે જાણવામાં આવે છે અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે પણ આત્માનું જાણપણું પ્રત્યક્ષરૂપથી થતું નથી કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશાદિ જાણવામાં આવતા નથી. આત્માના અનુભવમાં આત્માના પ્રદેશને આકાર જાતે નથી તે હીસાબે તે પક્ષ છે પણ પરિણામમાં મગ્ન થતા જે સ્વાનુભવ થયે તે તે પ્રત્યક્ષ છે અર્થાત પિતેજ અનુભવ આસ્વાદન વેદે છે તે હિસાબે પ્રત્યક્ષ છે.
સમ્યગ્દર્શનના મહાસ્ય માટે સમ્યગ્દષ્ટિના વિષયભેગાદિ બંધના કારણરૂપ ન કહ્યા પણ નિર્જરાના કારણે કહ્યા ત્યાં ભેગનું ઉપાદેયપણું ન સમજવું પણ ત્યાં તે તીવ્રબંધના કારણભૂત લેગાદિક હતા તે ભેગાદિક હોવા છતાં પણ કેવળ શ્રદ્ધાન જ્ઞાનની અપેક્ષાએ મંદ બંધ થવા લાગે તે નિર્જરા બળની અપેક્ષાએ ઉપચારથી ભેગોને પણ ત્યાં બંધના કારણરૂપ ન કહ્યા. અહો! સમ્યગ્દર્શનને એ કઈ મહિમા છે કે સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના પ્રતાપથી ભેગાદિક કાર્યો હોવા છતાં ૪૧ પ્રકૃતિએને બંધ થતું નથી અને મિથ્યાત્વમાં પાળવામાં આવતા મહાવ્રતાદિકમાં પણ ૪૧ પ્રકૃતિઓને બંધ સદાય થયા જ કરે છે. તેની મહિમા બતાવવા માત્ર સમ્યગ્દષ્ટિને ભેગાદિક પણ નિર્જરાના કારણ કહ્યાં, તેમ સમજી કઈ જીવ સ્વછંદી થશે તે નરકાદિના બંધ થશે માટે જે આપણી સ્વછંદ પ્રવૃત્તિ હોય તે તેને ત્યાગી સદા ઉદાસીન રહેવા કોશિષ કરવી જોઈએ એવો શ્રી ગુરુને હિતકર ઉપદેશ છે.