________________
વિશેષ અનુરાગી હોય છે અને તે ગુણના ધારક ઉત્તમ સાધુ ત્યાગી પ્રત્યે વિનય કરી સંયુકત હોય છે. પિતાની સમાન સમ્યગ્દષ્ટિ સાધમી ભાઈઓ પ્રત્યે અનુરાગ હૈ, વાત્સલ્ય ગુણ સહિત હોય તેજ સમ્યગ્દષ્ટિ છે, પણ તેવા ભાવ ન હોય તે જાણવું કે તે મિથ્યાદષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ વીતરાગ દેવ છેડી કેાઈ દેવ, નિગ્રંથ ગુરુ છોડી કઈ ગુરુ અને અહિંસા ધર્મ છેડી કે ધર્મને સ્વપ્નમાં પણ માનતા નથી. રાગાદિયુક્ત કુદેવ, પરિગ્રહધારી કુગુરુ તેને કદાપિ દેવ, ગુરુ, માને નહીં તે સર્વને પાખંડી જાણ વદે કે પૂજે નહીં તેને સંગ જે કરે તે પણ શ્રદ્ધાન બગડે તેથી સમ્યગ્દષ્ટિ તેની સંગતિ પણ કરે નહીં. ભયથી, આશાથી, લેભથી, લૌકીકલજજાથી કે બીજાઓને સારું લગાડવા નમસ્કાર કે તેને વિનય પણ કરે નહીં તેમજ જનમતમાં જેઓ કુવેષ ધારણ કરે છે તે મહાપાપ ઉપજાવે છે તથા જે અન્ય તેમની સુશ્રષાદિ કરે છે તે પણ પાપી થાય છે. (જુઓ. મોક્ષ માર્ગ પ્રકાશક ગુ. પૃષ્ટ ૧૯૪)
- સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્વિકલ્પ અને સવિકલ્પરૂપ બે પ્રકારે પ્રવર્તે છે. વિષયકષાયાદિ અને પૂજા, દાન, સ્વાધ્યાયાંદિરૂપ પ્રવર્તનને સવિકલપ કહે છે. તે કર્મોદય જનિત શુભાશુભ કાર્યને કર્તા થઈ તદરૂપ પરિણમે તો પણ તેને એવા પ્રકારનું અંતરંગ શ્રદ્ધા છે કે, આ બધાં કાર્યો મારા નથી, ઉદય જન્ય કરવાં પડે છે. “પનીહારી શીર પર ગાગર રાખી બેલતી જાય, ચાલતી જાય, શરીરના નખરાં કરતી જાય છતાં માથા ઉપર સાગરની શ્રદ્ધા અંતરંગમાં કિંચિત્ માત્ર છુટતી નથી. જેમ ગુમાસ્તા