________________
૬૭૮
હે ઉપાસ્ય ઉપાસક છું એ વિક૯૫ છુટી જાય છે ત્યારે તે સમયમાં આત્મા સ્વાત્માનુભવન કરવા લાગી જાય છે તે વખતે જે સ્વાત્માનુભવ છે તે જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે. જ્યાં વચનને વિકલ્પ નથી જ્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો વિકલ્પ નથી ત્યાં અલૌકિક આનંદમાં નિમગ્ન આત્મા પિતે પિતાને કહી શકવાને અસમર્થ છે. કારણ કે તે વિકલ્પાતીત, વચનાતીત, આત્માની નિર્વિકલ્પ અવસ્થા છે.
સ્વાત્માનુભૂતિ છે કે મતિજ્ઞાન સ્વરૂપ છે અથવા મતિપૂર્વક શ્રુતજ્ઞાન સ્વરૂપ પણ છે તેથી તે નિરપેક્ષ જ્ઞાનની માફક પ્રત્યક્ષ જ્ઞાનરૂપ છે. જે સમયમાં ભાવમન માત્ર અમૂર્ત પદાર્થને જાણે છે અર્થાત કેવલ આત્માને ગ્રહણ કરે છે તે સમય તે મનરૂપ જ્ઞાન પણ અમૂર્ત જ છે. તેથી તે અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. અર્થાત મતિજ્ઞાનથી સ્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. ભાવમન (અમૂર્ત) જ્ઞાન જ્યારે પોતે પોતાને વિષય કરે છે ત્યારે તે સ્વયં અમૂર્ત સ્વરૂપ થઈ જાય છે. એટલે આત્માને જાણવાવાળું જે માનસિક જ્ઞાન છે તે અવશ્ય અતીન્દ્રિય પ્રત્યક્ષ છે. મતિશ્રુતજ્ઞાન, બને આત્માના જ્ઞાન ગુણની પર્યાય છે અને આત્મા અમૂર્ત છે તેથી ખરેખર જોવામાં આવે તે બન્ને અમૂર્ત છે.
આચાર્યોના ગ્રંથોનું અવલોકન કરતા એ પ્રતિભાસ થાય છે કે સમ્યકત્વને સાતમાં ગુણસ્થાને જ ઉપગાત્મક જ્ઞાનચેતના હોય છે અને કેવલી ભગવંત અને સિદ્ધભગવંતો કે જેમને ઘાતિ કર્મોને સર્વથા અભાવ થતાં અનંત ચતુષ્ટય પ્રાપ્ત થએલ છે તેમને જ ખરેખર સાક્ષાત શુદ્ધ જ્ઞાનચેતના હોય છે તેને